રાજકોટમાં વૃધ્ધે પોતાનું જ જીવન ટૂંકાવી દીધું,છેલ્લે નોટમાં લખીને એવું ગયા કે…. – GujjuKhabri

રાજકોટમાં વૃધ્ધે પોતાનું જ જીવન ટૂંકાવી દીધું,છેલ્લે નોટમાં લખીને એવું ગયા કે….

ગુજરાતભરમાં આત્મહત્યાના મામલાઓમાં અધધ વધારો જોવા મળ્યો છે.દરરોજ ક્યાંકને ક્યાંક આપઘાતના બનાવો બને છે.તાજેતરમાં ફરી ગુજરાતના મોટા શહેર રાજકોટમાંથી એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે.જે જાણીને તમે હચમચી જશો.તમને જણાવીએ કે એક વૃધ્ધએ બિલ્ડીંગના બીજા માળેથી કુદી આપઘાત કરી લીધો છે અને તેમની પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી છે.

જેમા આપઘાત કરવાનું કારણ પણ જણાવા મળ્યુ હતુ.મળતી માહિતી મુજબ રાજકોટના ફૂલછાબ ચોક પાસે આવેલા સ્ટા૨પ્લાઝાની બિલ્ડીંગમાં બીજા માળેથી એક વૃધ્ધે સવારે10 વાગ્યે નીચે પડતુ મુક્યુ હતું.આથી તેઓને 108 મારફતે સા૨વા૨ અર્થે સીવીલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાં તેમની સા૨વા૨ ચાલી રહી હતી.તમને જણાવીએ કે તેમને શરીરના કેટલાક ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી.

તેથી સા૨વા૨ દ૨મિયાન મોત નીપજયુ હતું.બનાવની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.પોલીસ ટીમે મૃતક વૃદ્ધના પરિવારજનોની પુછપ૨છ ક૨તા મૃતક વૃદ્ધે પેટની બીમારીથી કંટાળી પગલુ ભરી લીધાનું જણાવ્યું હતું.જો કે સાચી હકિક્ત જાણવા પોલીસ સ્ટાફે મૃતકના પરિવારજનોની પુછપ૨છ શરૂ કરી હતી.

બનાવ અંગે તપાસ ક૨તા પોલીસને મૃતક વૃદ્ધ પાસેથી એક ચિઠ્ઠી મળી હતી.જેમાં તેમણે લખ્યું હતું કે મારા પરિવારના દરેક સભ્યો સારા છે.મારો પરિવાર પત્ની અને બંને પુત્રોનો આમાં કોઈ વાંક નથી.હું મારી પેટની બીમારીથી કંટાળીને આ પગલું માંડી ૨હયો છું.તમને જણાવીએ કે પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમે ખસેડયો હતો.