રાજકોટમાં રક્ષક જ ભક્ષક બન્યો,તમે પણ ઘરઘાટીને કામ પર રાખતા પહેલા એકવાર વેચારી લેજો,ઘરવાળાઓને બંધક બનાવીને કરાઇ ચોરી….. – GujjuKhabri

રાજકોટમાં રક્ષક જ ભક્ષક બન્યો,તમે પણ ઘરઘાટીને કામ પર રાખતા પહેલા એકવાર વેચારી લેજો,ઘરવાળાઓને બંધક બનાવીને કરાઇ ચોરી…..

“રક્ષક જ ભક્ષક” સાંભળીને દરેકને આંચકો આવ્યો જ હશે.વધતી મોધવારી અને બેરોજગારીને લઈને ઠેર ઠેર આપણને લુંટ અને ચોરીની ઘટનાઓના સમાચાર મળતા જ રહે છે.આવામાં રાજકોટના બિલ્ડર પ્રભાત સિંધવના બંગલામાં પણ મોટી લૂંટને અંજામ આપવામાં આવી હતી.તેમનો બંગલો રોયલ પાર્ક વિસ્તારમાં આવેલો છે.લૂંટારુંઓ બીજું કોઈ નહિ.પરંતુ બાંગ્લાના જ ચોકીદાર હોવાનું સામે આવ્યું છે.

રોયલ પાર્કમાં માતોશ્રી બંગલામાં કામ કરતા જ ચોકિદારે તેની પત્ની સહિત ચાર શખ્સો સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હતો.ચોરીના સમયે ઘરે ફક્ત 14 વર્ષનો દીકરો અને મકાન માલિકના પિતા હતા.સવારે 7.00 વાગ્યાના સમયમાં ચોકીદાર તેના સાગરીતોને લઈને ઘરમાં ઘુસ્યો હતો અને ઉપરના માળે જઈ 14 વર્ષના પુત્રને ઓશિકા અને તેના જ કપડા વડે બંધક બનાવ્યો હતો.

ત્યાર બાદ ચોરો એ તમામ કબાટ ફેદી સોનાના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હતા.પુત્ર મોડે સુધી નીચે ન આવતા તેના દાદા રૂમમાં ગયા હતા ત્યારે પુત્રને ઓશિકા અને કપડા દ્વારા બાંધેલી હાલતમાં જોયો હતો અને મુક્ત કરાવ્યો હતો.પુત્રએ તેનાં પિતાને સમગ્ર ઘટનાથી ટેલિફોનિક જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.ઘટનાની જાણ થતાં જ DCP ક્રાઈમ, DCP ઝોન-2 સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા.

સોના, ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હોવાની પુષ્ટી કરી હતી.બંગલામાં કામ કરતા નેપાળી શખસે અન્ય બે નેપાળી શખસને બોલાવીને 10 લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી.પોલીસ પાસે સીસીટીવી ફુટેજ અને લૂંટને અંજામ આપનાર શખ્સનાં ફોટોગ્રાફ્સ પણ છે ત્યારે પોલીસ કઇ રીતે આ લૂંટનો ભેદ ઉકેલે છે તે જોવું રહ્યું.