રાજકોટમાં યોજાયેલા લોકડાયરાના કાર્યક્રમમાં કિંજલ દવે અને રાજભા ગઢવીએ એવી રમઝટ બોલાવી કે લોકોએ ઉભા થઈને મન મૂકીને નોટોનો વરસાદ કર્યો. – GujjuKhabri

રાજકોટમાં યોજાયેલા લોકડાયરાના કાર્યક્રમમાં કિંજલ દવે અને રાજભા ગઢવીએ એવી રમઝટ બોલાવી કે લોકોએ ઉભા થઈને મન મૂકીને નોટોનો વરસાદ કર્યો.

દરેક લોકો જાણે જ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવવાની છે, તેથી ચૂંટણી પહેલા રાજકોટ જિલ્લાના મોટા મોટા નેતાઓ હાલમાં લોકડાયરાના ભવ્ય કાર્યક્રમ કરીને મજા માણી રહ્યા હતા, હાલમાં એક તેવા જ લોકડાયરાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ લોકડાયરાનું આયોજન જામકંડોરણાના જેતપુરના જયેશ રાદડિયાએ કર્યું હતું.

જયેશ રાદડિયાએ ભાગવત કથાના કાર્યક્રમમાં લોકડાયરાનું આયોજન કર્યું હતું, આ લોકડાયરાના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, આ લોકડાયરાના કાર્યક્રમમાં એવી રમઝટ બોલાવી હતી કે લોકોએ ઉભા થઈને મન મૂકીને પૈસાનો વરસાદ કર્યો હતો, લોકડાયરાના કાર્યક્રમમાં હાજર દરેક લોકોએ એકસાથે પોતાના મોબાઈલની ફ્લેશલાઈટ કરીને ખુબ જ મજા માણી હતી.

આ લોકડાયરાના કાર્યક્રમનું આયોજન રાજકોટ પંથકની ગૌશાળાના લાભાર્થે કરવામાં આવ્યું હતું, આ લોકડાયરાના કાર્યક્રમમાં કિંજલ દવે, રાજભા ગઢવી અને ધીરૂભાઈ સરવૈયાએ લોકગીતો ગાઈને લોકડાયરાની એવી રમઝટ બોલાવી હતી કે લોકડાયરાના કાર્યક્રમમાં હાજર લોકોએ મન મૂકીને કિંજલ દવે અને રાજભા ગઢવી પર નોટોનો વરસાદ કર્યો હતો.

આ લોકડાયરાના કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને હાજર લોકોએ એટલા પૈસા ઉડાડ્યા હતા કે આખા સ્ટેજ પર જાણે નોટોની ચાદર પથરાઇ ગઈ હોય તેવું થઇ ગયું હતું અને સ્ટેજની નીચે પણ કોથળા મોઢે રૂપિયાની નોટો પથરાઇ ગઈ હતી. લોકડાયરામાં ભેગા થયેલા દરેક રૂપિયા લોધિકા, કોટડાસાંગણી અને રાજકોટ પંથકની ગૌશાળામાં સારા કામ માટે વાપરવામાં આવશે.