રાજકોટમાં ભિખારી મહિલા પાસેથી નીકળ્યો ખજાનો,મળી આવી એવી વસ્તુ કે લોકો જોઈને જ ચોકી ગયા…..
રાજ્યભરમાંથી ચોરીના વિચિત્ર કેસો સામે આવતા રહે છે.આ સાથે સાથે બધા ચોરની ચોરી કરવાની અલગ અલગ રીતે સામે આવતી હોય છે.આજે એક મહિલા ચોરની ચોરી કરવાની અનોખી રીત જોઈને સૌ દંગ રહી ગયા છે.ચોરી કરવાની આ રીત જોઈને ઘણી વખત લોકો આવા ચોરોથી ડરી રહ્યાં છે.રાજ્યમાં એક પછી એક ચોરીના બનાવો બનતા જાય છે.
પોલીસને એક કેસની તપાસ ચાલુ હોય ત્યાં તો સામે નવી એક ચોરી નોંધાઇ જાય છે.ત્યારે હાલમાં જ રાજકોટ શહેરમાં ભીક્ષુકના વેશમાં ખાવાનું અને રૂપિયા માંગવાનું નાટક કરી મોબાઈલ ફોનની ચોરી કરતી મહીલાને ક્રાઈમ બ્રાંચની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પકડી પાડી છે.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરના રૂડાનગર ટ્રાન્સપોર્ટ વિસ્તારમાં ભીખ માંગવાનો ઢોંગ કરી આરોપી મહિલા એક ઓફિસમાં ગઈ હતી.ત્યારે તેણે પોતાની ચાલાકીથી માલિકની નજર ચૂકવી મોબાઈલ અને દોઢ લાખથી વધુ રકમની ચોરીને અંજામ આપ્યો હતો.જે બાદ માલિકને ચોરીની ઘટનાની જાણ થઇ તો તેમણે પોલીસને જાણ કરી હતી.
પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.ત્યારે તાજેતરમાં જ આરોપી મહિલા પોલીસના હાથે ચડી ગઈ હતી.મળતી માહિતી મુજબ આરોપી મહિલાનું નામ દિવ્યા ઉર્ફે રાજુ ચૌહાણ છે.અત્રે ઉલ્લેખનીય છે કે તેણીની પાસેથી અલગ અલગ કંપનીના ચોરેલા 18 મોબાઈલફોન મળ્યા હતા.પોલીસે કુલ 91,600 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.