રાજકોટમાં પાણીપુરીની લારી ચલાવનારની દીકરીએ ૧૨ માં ધોરણમાં ૯૯.૯૯ ટકા લાવી બધાને વિચારતા કરી દીધા,ગરીબ પિતાની આંખમાં આંસુ.

મિત્રો તમે પેલી કહેવત તો સાંભળી જ હશે કે કમળ કાદવમાં જ ઉગે, આ કહેવતને સાચી સિદ્ધ કરતી એક ઘટના રાજકોટથી સામે આવી છે. જ્યાં પાણીપુરીની લારી ચલાવનારા પિતાની દીકરીએ ૧૨ માં ધોરણમાં ૯૯.૯૯ PR લાવીને બધાને ચોંકાવી દીધા.

આ દીકરીનું નામ મહેક ગુપ્તા છે. મહેક ખુબજ સામાન્ય પરિવાર માંથી આવે છે. તેના પરિવારની આર્થિક સ્થિતિ ખુબજ નબળી છે.મહેકના પિતા રાજકોટમાં પાણીપુરીની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે,

ખુબજ કઠિન પરિસ્થતિમાં પિતાએ પોતાની દીકરીએ ભણાવી, દીકરી મહેકે પણ પોતાના માતા પિતાની રાત દિવસની મેહનત જોઈને નક્કી કરી દીધુ કે તે પોતાના રિજલ્ટથી માતા પિતાનું નામ રોશન કરશે. આવી જ રીતે તેને,

૧૨ માં ધોરણમાં ખુબજ મહેનત કરી અને ૧૨ આમ ધોરણમાં ૯૯.૯૯ ટકા લાવીને પોતાના ગરીબ માતા પિતાનું નામ રોશન કર્યું. જયારે માતા પિતાને ખબર પડી કે તેમની દીકરીએ ૯૯.૯૯ ટકા મેળવ્યા છે. તો માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા.

દીકરી મહેકે જણાવ્યું કે તેને આ રિજલ્ટ લાવવા માટે ખુબજ મહેનત કરી છે. અને તેના માતા પિતાએ,પણ તેને ખુબજ સપોર્ટ કર્યો છે અને આજે તેના કારણે જ તે મુકામ હાંસિલ કરી શકી છે,

મહેકે જણાવ્યું કે તે હવે આગળ જઈને CA બનવા માંગે છે અને CA બનીને પોતાના માતા પિતાને સારું એવું જીવન આપવા માંગે છે, આવું રિજલ્ટ તો લોકો લાખો રૂપિયા ટ્યુશન કરીને પણ નથી હાસિલ કરી શકતા.

Similar Posts