રાજકોટમાં નવરાત્રિમાં થયો અનોખો ચમત્કાર,પહેલા જ દિવસે શ્રી રામ હોસ્પિટલમાં એકસાથે 9 દીકરીઓનો થયો જન્મ,સાક્ષાત નવદુર્ગા એ આપ્યા દર્શન…. – GujjuKhabri

રાજકોટમાં નવરાત્રિમાં થયો અનોખો ચમત્કાર,પહેલા જ દિવસે શ્રી રામ હોસ્પિટલમાં એકસાથે 9 દીકરીઓનો થયો જન્મ,સાક્ષાત નવદુર્ગા એ આપ્યા દર્શન….

નવરાત્રીનો પાવન તહેવાર હાલ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજાવાય રહ્યો છે.નવરાત્રીના પવિત્ર અવસર પર માં અંબેના નવ રૂપની આરાધના કરવામાં આવે છે.તેથી આ તહેવાર નવ દિવસ સુધી મનાવવામાં આવે છે.કોરોના પછી હવે 2 વર્ષ બાદ યુવાઑ મન મુકીને ગરબે ઘૂમે છે અને માતાજીની આરાધના કરતા હોય છે.આ દરમિયાન નવલા નોરતાના પ્રથમ નોરતે ગોંડલમાં નવ દુર્ગા અવતારી છે.

તમને જણાવીએ કે નવરાત્રીના પ્રથમ દિવસે શહેરની સુવિખ્યાત શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં અલગ અલગ નવ માતાના કૂખે નવ દીકરીઓએ જન્મ લીધો હતો.શહેરમાં આવેલી શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલનું થોડા સમય પહેલા જ અનાવરણ કરવામાં આવ્યું હતું.જેમાં સ્ત્રીઓ અને બાળકો માટે અલગ વિભાગ શરૂ કરેલો હતો.

નવરાત્રીના પ્રથમ દિવસે અહીં સેવા કરી રહેલ ડોક્ટર ચિરાગ ઠુંમર દ્વારા પ્રથમ દિવસે 11 માતાઓ ની ડિલિવરી કરવામાં આવી હતી.જેમાં નવ દીકરીઓનો જન્મ થતા હોસ્પિટલમાં પણ ખૂબ જ ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર ચિરાગ ઠુમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજના અંતર્ગત રામ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી તેમજ નોર્મલ ડિલિવરીઓ કરાવવામાં આવે છે

જે યોજના અંતર્ગત દર્દીને કોઈપણ જાતની ખર્ચ વગર જ પોતાની સારવાર સારી ગુણવત્તા સહિત મળી રહે છે.તમને જણાવીએ કે આસો નવરાત્રીના પ્રથમ નોરતે જાણે એવું લાગી રહ્યું હતું કે હોસ્પિટલમાં સાક્ષાત નવદુર્ગાનું અવતરણ થયું છે.એક સાથે નવ દુર્ગાના જન્મ બાદ તમામ દીકરીઓના માતાપિતા સહિત પરિવારજનો એકત્ર થયા હતા અને દીકરીઓના જન્મના વધામણા પણ કર્યા હતા.