રાજકોટમાં ચાર બહેનોના એકના એક ભાઈએ પોતાનું જીવન ટૂંકાવી દેતા પરિવાર પાર આભ તૂટી પડ્યું અને પછી જે ખુલાસો થયો…..
આજના ટેક્નોલોજીના યુગમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. જીવનમાં આવતી તકલીફો સામે લોકો જલ્દી હાર માની લેતા હોય છે અને નિરાશ થઇને એવું પગલું ઉઠાવી લે છે જેની કલ્પના કરવી પણ ખુબજ મુશ્કિલ પડી જતી હોય છે.
આવી જ ઘટના રાજકોટના શાસ્ત્રીનગરથી સામે આવી રહી છે. જ્યાં પરિવારનો એકનો એક આધાર એવા દીકરાએ પોતાનું જીવન ટૂંકાવી દેતા ખુબજ ચકચારી મચી ગઈ હતી.
રાજેશભાઇ રાજકોટના રૈયાધાર નજીક શાસ્ત્રીનગરમાં રહેતા હતા. તે ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈ હતા અને પરિવારનો પણ એકના એક આધાર હતા. ગઈકાલે રાજેશભાઈ સવારે ના ઉઠતા તેમના પિતા તેમને ઉઠાડવા માટે તેમના રૂમમાં ગયા.
તેમને રૂમનો દરવાજો ખખડાવ્યો પણ તે ના ઉઠ્યા.તો પિતાએ રૂમનો દરવાજો તોડીને અંદર ગયા અંદર જઈને જોયું તો પિતા બુમા બૂમ કરવા લાગ્યા કારણ કે એકના એક દીકરાએ પોતાની જીવન ટૂંકાવી દીધુ હતું.
તરત જ પાડોશીઓ દોડતા દોડતા આવી ગયા અને તેમને રાજેશ ભાઈને હોસ્પિટલ પહોંચાડ્યા પણ તે હોસ્પિટલના ડોકટરો એ તેમેં મૃત જાહેર કર્યા હતા. તેમના આ પગલાંથી તેમની દીકરી નોધારી બની ગઈ.
પોલીસને જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે રાજેશ ભાઈ ઘણા સમયથી માનસિક બીમારીથી પીડિત હતા અને તેનાથી કંટાળીને આખરે તેમને પોતાનું જીવન ટૂંકાવી દીધુ. તમને જીવન ટૂંકાવી દેતા તેમના પરિવાર પણ આભ તૂટી પડ્યું તે ચાર બહેનો વચ્ચે એક એક ભાઈ હતા.