| |

રાજકોટમાં આ પરિવાર કરશે દીકરીઓના વિવાહમાં આટલા તોલા સોનું દાન,જાણો કોણ છે આ પરિવાર અને ક્યાં રહે છે….

રાજકોટની અનેક નાની મોટી સંસ્‍થાઓ સાથે સંકળાયેલ આદ્રોજા પરિવારે અત્યાર સુધી કરોડો રૂપિયાનું દાન કરી સેવાની જયોતને હોલવવા દીધી નથી. હાલમાં જ જાણવા મળ્યું છે કેશીવલાલભાઈ આદ્રોજા અને રેવાબેન આદ્રોજા પરિવાર વહાલુડી વિવાહના દાતા બન્યા છે.ચાલુ સાલ 2022 નો વહાલુડીના વિવાહનો લગ્નોત્સવ આગામી તા.18 ડીસેમ્બરને રવિવારનાં મુખ્ય અસંખ્ય શહેર શ્રેષ્ઠીઓની હાજરીમાં જાજરમાન રીતે યોજાવાનો છે.

અત્રે ઉલ્લેખીનીય છે કે આ પહેલી વાર નથી પણ દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ છેલ્લા ચાર વર્ષથી માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ નિરાધાર, નિસહાય, લાચાર દિકરીઓનાં સમાજનાં સહકારથી રંગે ચંગે લગ્ન કરે છે.સાથે સાથે આ વહાલુડીનાં વિવાહમાં પ્રત્‍યેક દિકરીઓને સમૃધ્‍ધ કરીયાવર ભેટ આપવામાં આવે છે.

જેમાં સોના ચાંદીનો પણ સમાવેશ થાય છે.ત્‍યારે હવે આ વર્ષે વહાલુડી વિવાહમાં આદ્રોજા પરિવારની ઇચ્‍છા અનુસાર પ્રત્‍યેક દિકરીઓને એક એક તોલા સોનાની ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

તમને જણાવીએ કે સૌરાષ્ટ્રનાં મોટા ગજાનાં ઉદ્યોગપતિ,સીરામીક,બાંધકામ,પાઈપ,કેબલ અને પંપના ધંધા સાથે સંકળાયેલા શીવલાલભાઈ આદ્રોજા મુળ મોરબી પાસે આવેલ લાલપર ગામના વતની પરંતુ વર્ષોથી રાજકોટને પોતાની કર્મભૂમી બનાવી સખત મહેનત અને પુરૂષાર્થથી આગળ આવી ઉદ્યોગજગતમાં આદરભર્યુ સ્થાન મેળવ્યું છે.

Similar Posts