રાજકોટમાં આ પરિવારે લગ્ન પ્રસંગ બનાવ્યો યાદગાર,લગ્નમાં આવતા મહેમાનોએ આપી આ ખાસ ગિફ્ટ,હવે લોકો કરી રહ્યા છે પ્રશંસા….. – GujjuKhabri

રાજકોટમાં આ પરિવારે લગ્ન પ્રસંગ બનાવ્યો યાદગાર,લગ્નમાં આવતા મહેમાનોએ આપી આ ખાસ ગિફ્ટ,હવે લોકો કરી રહ્યા છે પ્રશંસા…..

દરેક વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગતો હોય છે અને તેના માટે લોકો વિવિધ ઉપાયો કરતા જોવા મળે છે.કેટલાક પોતાના લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચે છે તો કેટલાક મંડપને જાણે સપનાનો મહેલ હોય તેમ શણગારે છે.તો કેટલાક મોઘા કપડા,મોઘું જમવાનું,મોઘી ગાડી અથવા મોઘા શોખ અપનાવીને પોતાના લગ્નને યાદગાર બનાવે છે.પરંતુ આવામાં રાજકોટના એક પરિવારની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

જેમણે પોતાની આગવી ઓળખ બનાવવા એક સરાહનીય કાર્ય કર્યું છે.આ લગ્નએ સૌને ચોંકાવી દીધા છે.રાજકોટના ઘાટલીયા પરિવારની દિકરી ઉર્વશીએ તેના લગ્નને યાદગાર બનાવવા માટે અનોખુ દાન કર્યું છે.જે જોઈને તમને પણ ગર્વ થશે.રાજકોટના ઘાટલીયા પરિવારની દિકરીએ લગ્નના દિવસે રક્તતુલા કરીને લગ્નને યાદગાર બનાવ્યો છે.

આ દિકરી ફાર્માસીસ્ટ છે.ઉર્વશીએ લગ્નમાં બ્લડ ડોનેશન કરવાની વાત પહેલા પરિવારજનો સમક્ષ મૂકી હતી.સાથે તેણે જણાવ્યું હતું કે થેલિસિમિયાગ્રસ્ત બાળકો અને સિવિલમાં સારવાર માટે આવતા જરૂરિયાતમંદ દર્દીને સરળતાથી અને ઝડપી બ્લડ મળી રહે તેથી તે બ્લડ ડોનેશન કરવા ઈચ્છે છે.તો તમામ પરિવાર રાજી થઇ ગયો.

ઉર્વશીના પિતા નિતીનભાઈએ જણાવ્યું હતું કે આજે મારી દીકરી ઉર્વશીના લગ્ન રીકીન સાથે થયા છે. ત્યારે આ પ્રસંગમાંરક્તદાન કેમ્પ યોજાયો તે અમારા માટે યાદગાર બની રહેશે.અમે કન્યાદાન પહેલા બ્લડ ડોનેશન કેમ્પ યોજી દીકરીની રક્તતુલા કરવામાં આવી હતી.

આમ મહેમાનોએ દંપતિને ગિફ્ટ આપવાને બદલે લોહીનું દાન કરીને સમાજ ઉપયોગી બન્યા હતા.જે ખરેખર આપણા માટે ખુબ જગર્વની વાત કહેવાય.રાજકોટના આ પરિવારના આવા નિર્ણયની હાલ લોકો સરાહના કરી રહ્યા છે.કારણ કે આ પરિવારે ફક્ત સમાજ સેવા જ નહિ પણ ઘણા બધા એવા બાળકોનો જીવ બચાવશે જે થેલેસેમિયાની બીમારીના શિકાર છે.