રાજકોટમાં અબોલા જીવને બચાવવા જતા પતિની સામે જ પત્નીનું મૃત્યુ થઇ જતા આખો પરીવાર આઘાતમાં સરી પડ્યો. – GujjuKhabri

રાજકોટમાં અબોલા જીવને બચાવવા જતા પતિની સામે જ પત્નીનું મૃત્યુ થઇ જતા આખો પરીવાર આઘાતમાં સરી પડ્યો.

દિવસ દરમિયાન ઘણા એક્સીડંટના બનાવો બનતા હોય છે. જેમાં ઘણા પરિવારમાં દુઃખોના વાદળો છવાઈ જતા હોય છે. આવી જ એક દુઃખદ ઘટના રાજકોટથી સામે આવી છે. જ્યાં પતિની સામે જ પત્નીનું મૃત્યુ થઇ જતા આખા વિસ્તારમાં માતમ છવાઈ ગયો.રાજકોટના કોઠારીયા હાઉસિંગ પાસે રહેતા રોશન બેન પોતાના પતિ ઉંમર ભાઈ સાથે સબંધીના ઘરે ગયા હતા.પતિ પત્ની બંને રાતના ૧૦ વાગ્યાની આસપાસ પોતાની રીક્ષામાં ઘરે આવી રહ્યા હતા. બંને ને ખબર જ નહતી કે તેમની સાથે એવું કઈ થવાનું છે.

કે જે તેમનું આખું જીવન બદલાઈ જશે. બંને ઘરે પરત આવી રહયા હતા અને અચાનક જ તેમની સામે ગયા આવી હતા તે ગાયને બચાવવા જતા તેમની રીક્ષા ઉંધી પડી ગઈ હતી જેમાં તે બંને ખુબજ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા.

તરત જ લોકોએ બંનેને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જેમાં રોશન બેન ખુબજ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થઇ જતા તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એક જ પળમાં તેમનું કહું જીવન બદલાઈ ગયું. રોશન બેનનું મૃત્યુ થઇ જવાથી આજે તેમાં પતિ ખુબજ આઘાતમાં છે.

તેમની સામે જ તેમની પત્નીનું મૃત્યુ થઇ જતા તે પોતાની પત્નીને ના બચાવી શક્યા તે જોઈને વિચારીને આજે તે ખુબજ દુઃખી છે. રોશન બેનના ૬ બાળકો છે. માતાનું આવી રીતે આકસ્મિક મૃત્યુ થઇ જવાથી બાળકો ખુબજ આક્રંદ રુદન કરી રહયા છે આજે એકા એક બાળકોના માથા પરથી માતાનો સાયો ઉઠી જતા સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો હતો.