રાજકોટનો આ યુવક જન્મથી બે હાથ ના હોવા છતાં હિંમત ના હારી, આજે પોતાના પગથી કાર ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે…
લોકો નાની નાની વાતોને લઈએં અફસોસ કરતા હોય છે પણ આજે અમે તમને એક એવા યુવક વિષે જણાવીશું કે જેમના વિષે જાણીએ તમે પણ બોલી પડશો કે ખરેખર જીવન જીવવું તો આમની પાસેથી શીખવું જોઈએ. રાજકોટ જિલ્લાના લોધીકામાં દેવ ગામના જ્યંતી ભાઈને જન્મથી જ બે હાથ નથી.
હાથ ના હોવાનો અફસોસ રાખ્યા વિના મોજથી જીવન જીવે છે.બે હાથે તો બધા જ જીવન જીવે છે પણ હાથ વગર જ્યંતી ભાઈ એવું જીવન જીવે છે કે લોકો તેમને જોતાની સાથે જ મોઢામાં આંગળીઓ નાખી દે છે.
જ્યંતી ભાઈએ કહ્યૂ કે હું જન્મથી જ અપંગ છું માટે મેં નક્કી કર્યું હતું કે હું કોઈના સહારે નથી જીવું હું મારા પગ પર ઉભો થઈશ. તો જ્યંતી ભાઈ આજે પોતાના પગથી લખી શકે છે. તે પોતાના પગથી ખાય છે.
પોતના પગથી કાર ચલાવે છે અને પગથી રસોઈ પણ બનાવી શકે છે. તે પોતાના પગેથી બાદ જ કામ કરે છે. જે કોઈ પોતાના બે હાથથી પણ ના કરી શકે. તે આજે પોતાના ભરણ પોષણ માટે કરિયાણાની દુકાન પણ ચલાવે છે. સાથે સાથે કાર પણ ફેરવે છે.
તે ૫ વર્ષ પોતાના ગામના સરપંચ પણ રહી ચુક્યા છે. તે સમયે ગામના લોકોને તેમનો ખુબજ મોટો પ્રેમ મળ્યો હતો.તેમને કહ્યું કે હું છેલ્લા ૧૫ વર્ષથી કાર ચલાવું હું પણ આજ સુધી એકપણ વાર એક્સીડંટ નથી થયું.
જયારે લોકો તેમની કારમાં બેસે છે ત્યારે લોકો પહેલા તો ડરે છે. પછી તેમને વિશ્વાસ આવી જાય છે. તેમને કહ્યું કે મને ભીખ મંગાવી જરાય પસન્દ નથી માટે મેં નક્કી કર્યું હતું કે હું મારા પગ પર ઉભો થઈશ. હું બીજા અપંગ ભાઈઓને પણ સંદેશો આપીશ કે મેહનત કરો ભીખ મંગાવી યોગ્ય નથી.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.