રાજકોટનો આ મુસ્લિમ યુવક કે છેલ્લા ૩૧ વર્ષથી શ્રાવણ મહિનાનો ઉપવાસ કરે છે અને દરરોજ ૧૧ કિલોમીટર ચાલીને મહાદેવના દર્શન કરવા માટે જાય છે….. – GujjuKhabri

રાજકોટનો આ મુસ્લિમ યુવક કે છેલ્લા ૩૧ વર્ષથી શ્રાવણ મહિનાનો ઉપવાસ કરે છે અને દરરોજ ૧૧ કિલોમીટર ચાલીને મહાદેવના દર્શન કરવા માટે જાય છે…..

હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. બધા જ શિવ મંદિરોમાં ખુબજ ભારે ભીડ જોવા મળે છે. પણ આજે અમે તમને એક એવી ખબર વિષે જણાવીશું કે જેના વિષે જાણીને તમે પણ એકવાર તો ચોકી પડશો. આજે ઘણીં જગ્યાએ તમે જોયું હશે કે લોકો ધર્મના નામે લડી પડે છે પણ આ યુવક એકતાનું ઉદાહરણ સ્થાપી રહ્યો છે. રાજકોટના અહેસાન ભાઈ ધર્મથી મુસ્લિમ છે.

અહેસાન ભાઈ મુસ્લિમ હોવા છતાં હિન્દૂ ધર્મમાં પણ માને છે. અત્યારે શ્રાવણ મહિનો ચાલતો હોવાથી ઉપવાસ કરે છે અને દરરોજ ૧૧ કિલોમીટર ચાલીને ઈશ્વરીય મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જાય છે અને સાથે સાથે મહોરમ ચાલી રહ્યો હોવાથી તે દરગાહમાં પોતાની સેવા આપવા માટે પણ જાય છે. આજે અહેસાન ભાઈ બંને ધર્મો માટે એકતાનું સ્વરૂપ છે.

તે માને છે કે ઈશ્વર અને અલ્લાહ બંને એક જ છે માટે હું જયારે બંનેની પૂજા કરું છું ત્યારે પણ ખુબજ શાંતિની અનુભૂતિ થાય છે. તે છેલ્લા ૩૧ વર્ષથી શ્રવણ મહિનો કરે છે અને સાથે સાથે રમજાન પણ મનાવે છે. તેમની છેલ્લા ૧૨ વર્ષથી ભગવાન શિવમાં આસ્થા બંધાઈ છે. ૩૧ વર્ષથી ભગવાન શિવના મંદિરે દર્શન કરવા માટે જાય છે.

અહેસાન ભાઈએ જણાવ્યું કે ઘણા લોકોને મારાથી તકલીફ છે પણ હું ભગવાનને એક જ માનું છું. ઘન હિન્દુ ભાઈઓ દરગાહમાં આવે છે તો ઘણા મુસ્લિમ ભાઈઓ મંદિરમાં જાય છે. એમાં કોઈ ખોટું નથી. જયારે કોરોના આવ્યો ત્યારે બધા લોકો ધર્મ ભૂલીને એક થયા હતા. એમ હંમેશને માટે એક થવું જોઈએ.