રાજકોટની આ મુસ્લિમ મહિલાને માં અંબાએ એવો સાક્ષાત પરચો આપ્યો કે જે છેલ્લા ૩ વર્ષથી નવરાત્રીમાં માંડવીની સ્થાપના કરી માતાજીની પૂજા કરે છે…. – GujjuKhabri

રાજકોટની આ મુસ્લિમ મહિલાને માં અંબાએ એવો સાક્ષાત પરચો આપ્યો કે જે છેલ્લા ૩ વર્ષથી નવરાત્રીમાં માંડવીની સ્થાપના કરી માતાજીની પૂજા કરે છે….

આસ્થાનો કોઈ ધર્મ નથી હોતો. એક વાર વ્યકતિને આસ્થા બેસી જાય પછી વ્યકતિને ભગવાનને પોતાનું બધું જ આપી દે છે. હાલ હિન્દૂ ધર્મનો સૌથી મોટો તહેવાર નવરાત્રી ચાલી રહી છે. હિન્દૂઓની સાથે સાથે એટલા અન્ય ધર્મના લોકો પણ નવરાત્રીનો તહેવાર ખુબજ ધૂમધામથી ચલાવે છે.

આવું જ કઈ રાજકોટની આ મુસલમાન મહિલા સાથે થયું. આ મહિલાને માતાજીનો થયો એવો ચમત્કાર કે.મહિલા છેલ્લા ૩ વર્ષની નવરાત્રીનું આયોજન કરીને માં અંબાની પૂજા કરે છે. આ મહિલાનું નામ મુમતાજ બેન છે અને મુમતાજ બેન રાજકોટ ગાંધીગ્રામમાં ધરમનગર આવાસ યોજનામાં રહે છે.

જે ત્યાં છેલ્લા ૩ વર્ષની માંડવી બેસાડીને માતાજીની પૂજા કરે છે. આ જોઈને ઘણા લોકોને નવાઈ લાગે છે.પણ આ ઘટના પાછળ પણ એક અનોખો પરચો છુપાયેલો છે. મુમતાજ બેને કહ્યું કે આજથી ૩ વર્ષ પહેલા નવરાત્રીનો સમય હતો અને બીજા નોરતાની રાત હતી.

ત્યારે માં અંબા સાક્ષાત મારા સપનામાં આવ્યા હતા અને કહ્યું હતું કે ગરબા રમવા માટે આવ્યો અને સપનામાં આટલું જોતા જ હું ઉઠી ગઈ હતી અને મારા રુંવાટા ઉભા થઇ ગયા હતા.

માતાજીનો આવો સાક્ષાત પરચો જોઈને મને વિશ્વાસ નહતો થઇ રહ્યો તો મેં નક્કી કર્યું કે હું નવરાત્રીનું આયોજન કરીને માતાજીની પૂજા કરીશ. તો હું છેલ્લા ૩ વર્ષથી નવરાત્રીનું આયોજન કરું છુ. લોકો મારા વિષે જે પણ કહે છે તેનાથી મને કોઈ ફરક નથી પડતો. આસ્થાનો કોઈ ધર્મ નથી હોતો.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.