રાજકોટની આ દીકરીને ૩ વર્ષથી નાકમાં અસહ્ય પીડા થતી હતી. જયારે સાચું કારણ સામે આવ્યું તો માતા પિતાની સાથે ડોક્ટરો પણ ચોકી ગયા.
રાજકોટથી ખુબજ ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટની આ દીકરી છેલ્લા ત્રણ વર્ષથી ખુબજ અસહ્ય પીડાથી પીડાઈ રહી હતી. આખરે આ દીકરીને ત્રણ વર્ષ પછી પીડામાંથી છુટકાળો મળ્યો. દીકરી જયારે નાની હતી. ત્યારે રમતા રમતા દીકરીના નાકના ક્રેયોન ફસાઈ ગઈ હતી.
ત્યારે પરિવાર આ વતાથી બિલકુલ અજાણ હતો. દીકરીને નાકમાં દુખાવો થતા પરિવાર દીકરીને ડોક્ટર પાસે લઈને ગયા હતા.ઘણા ડોકટરો પાસેથી દવા લીધા પછી પણ દીકરીની તકલીફ ઓછી નહતી થઇ અને દિવસેને દિવસે સમસ્યાઓ વધી રહી હતી.
આવી રીતે ૩ વર્ષ વીતી ગયા. તો આખરે દીકરીનો પરિવાર તેને રાજકોટની એક હોસ્પિટલમાં લઈને આવ્યો. ત્યાં આવીને જાણવા મળ્યું કે દીકરીના નાકમાં કોઈ વસ્તુ ફસાઈ ગઈ છે.
તો ડોકટરોએ ઓપરેશન કરવાનું નક્કી કર્યું. ડોક્ટરોએ ઓપરેશન કરીને દીકરીના નાકમાંથી બે ટુકડાઓ કાઢ્યા અને તે બે ટુકડાઓ ક્રેયોનના હતા કે નાના બાળકો કલર કરવા માટે ઉપયોગમાં લે છે. પરિવારને જયારે આ વાતની જાણ થઇ તો પરિવાર ખુબજ ચોકી પડ્યો હતો.
કે છેલ્લા ૩ વર્ષથી દીકરીના નાકમાં ક્રેયોનના ટુકડા ફસાયેલા હતા.ડોકટરો એ ઓપરેશન કરીને દીકરી ત્રણ વર્ષથી જે પીડામાં પીડાઈ રહી હતી. તેનાથી છુટકાળો મળ્યો. દીકરીને પીડા માંથી છુટકાળો મળતા માતા પિતાની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા. દીકરીની આજે ત્રણ વર્ષ પછી નવું જીવનદાન મળ્યું. ક્રેયોનના ટુકડાઓથી દીકરીના નાકમાં ઇન્ફેકશન થઇ ગયું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.