|

રાજકોટની આ દીકરીએ પ્રથમ મહિલા પાયલોટ બનીને ગુજરાતનો આખા દેશમાં ડંકો વગાડ્યો.

દેશમાં આપણે ઘણી દીકરીઓને જોતા હોઈએ છીએ જે તેમના જીવનમાં આગળ વધવા માટે અને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કરવા માટે દિવસ રાત એક કરીને સખત મહેનત કરતી હોય છે અને પરિવારનું નામ રોશન કરતી હોય છે, આજે આપણે એક તેવી જ રાજકોટની દીકરી વિષે વાત કરીશું. રાજકોટની આ દીકરીએ ગુજરાતનું નામ આખા દેશભરમાં રોશન કર્યું હતું.

રાજકોટની આ દીકરી પ્રથમ મહિલા પાયલોટ બનીને આખા દેશમાં ગુજરાતનું નામ ગૌરવથી રોશન કર્યું હતું હતું, રાજકોટની આ દીકરીનું નામ નિધિ હતું, નિધિએ કોરોના વેક્સીનનો પહેલો જથ્થો પુનાથી હૈદરાબાદ પહોંચાડીને રાજકોટની સાથે સાથે ગુજરાતનું નામ પણ વધાર્યું હતું. નિધિ રાજકોટની પહેલી મહિલા પાયલોટનું બિરુદ મેળવીને કેપ્ટ્ન બની હતી.

નિધિએ પાયલોટ બનવા માટે બીએસસીનો અભ્યાસ અધૂરો મુક્યો હતો, નિધિએ તેની પાયલોટની તાલીમ બરોડા ફ્લાઈંગ ક્લ્બમાં પાયલોટની તાલીમ મેળવીને નિધિ પાયલોટ બની હતી, નિધિએ મહેસાણા અમદાવાદની ૩૦૦ નોટિકલ ચેકનું સૌથી ઊંચું ઉડ્ડયન કર્યું હતું, નિધિએ સૌથી ઊંચી ઉડ્ડયન ૩૦૦૦ ફૂટની ઊંચાઈ પર ઉડીને સર કરી હતી.

નિધિએ જણાવ્યું હતું કે તેને નાનપણથી જ શિક્ષક બનવાની ઈચ્છા હતી પણ આજે પાયલોટ બનીને ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું હતું, નિધિએ અભ્યાસની સાથે સાથે ઈતર પ્રવુતિમાં પણ ખુબ જ રસ હતો, એન્કરિંગ કરવામાં પણ નિધિ ખુબ જ રસ ધરાવતી હતી, નિધિને રસોઈ બનાવવાનો પણ ખુબ શોખ હતો, તેથી આજે નિધિએ રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ બનીને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.

Similar Posts