રાજકોટની આ દીકરીએ કોઈ કારણસર પોતાનું જીવન ટૂંકાવી દીધું તો સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો….
આપણે હાલમાં ઘણા હત્યાના બનાવો બનતા જોતા હોઈએ છીએ, હાલમાં એક તેવો જ બનાવ રાજકોટ શહેરમાંથી સામે આવ્યો હતો, આ બનાવ વિષે માહિતી મળતા જાણવા મળ્યું હતું કે રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં દીપાલી રાજુભાઈ પરમાર નામની એક યુવતી રહેતી હતી.
દીપાલીએ પોતાના ઘરમાં જ પોતાનું જીવન ટૂંકાવીને મોતને વ્હાલું કર્યું હતું, આ ઘટનાની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આ બનાવની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને બધી તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી, આ બનાવ બન્યા બાદ ઘટનાસ્થળ પરથી પોલીસને દીપાલીએ લખેલી એક નોટ પણ મળી આવી હતી.
આ નોટમાં દીપાલીએ લખ્યું હતું કે સુનીલ નામના એક યુવકના કારણે દિપાલીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, આ ઘટનાની બધી માહિતી મળતા પોલીસે સુનીલની શોધખોળ કરવાની શરૂ કરી હતી, દિપાલીએ નોટમાં લખ્યું હતું કે હું મારુ જીવન સુનીલના કારણે ટૂંકાવું છું.
દિપાલી યોગ હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી હતી અને દિપાલીએ પોતાના ઘરમાં જ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, સુનીલ અને દિપાલી વચ્ચેના પ્રેમસંબંધ વિષે માહિતી મળતા જાણવા મળ્યું હતું કે બંને એકબીજા સાથે પ્રેમ કરતા હતા અને બંને એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા. ત્યારબાદ કોઇ કારણોસર સુનીલની સગાઈ પાટણવાવમાં રહેતી એક યુવતી સાથે થઈ હતી.
તો પણ સુનીલ દિપાલીને તેની સાથે સંબંધ રાખવા માટે મજબૂર કરતો હતો એટલે દિપાલી એ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને બધી તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી.