રાજકોટના પિતાએ દીકરાને જે કહ્યું તે વાતનું દીકરાને માઠું લાગ્યું તો ભર્યું એવું પગલું કે આખા પરિવારમાં ચકચાર મચી ગયો. – GujjuKhabri

રાજકોટના પિતાએ દીકરાને જે કહ્યું તે વાતનું દીકરાને માઠું લાગ્યું તો ભર્યું એવું પગલું કે આખા પરિવારમાં ચકચાર મચી ગયો.

હાલમાં ઘણા અવનવા કિસ્સાઓ બનતા હોય છે, ઘણા કિસ્સાઓ તો એવા બનતા હોય છે કે તે જાણીને દરેક લોકો દુઃખી થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાંથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવવાના પ્રયાસો કર્યા હતા.

તો તાત્કાલિક જ સારવાર માટે વિધાર્થીને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાં સારવાર દરમિયાન જ વિધાર્થીનું મૃત્યુ થઇ ગયું તો આખા પરિવારમાં જાણે માતમ છવાઈ ગયો હોય તેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું, આ ઘટનાની જાણ તાલુકા પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ અને બધી તપાસ કરી તો જાણવા મળ્યું હતું.

પિતાએ દીકરાને કહ્યું કે હવે તારે ૧૨ ધોરણનો અભ્યાસ રાજકોટમાં જ કરવો પડશે તે વાતનું દીકરાને માઠુ લાગ્યું એટલે દીકરાએ આ પગલું ભરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે લુણીધારમાં રહેતાં એક વિધાર્થીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું તો આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસે આગળની તપાસ કરીને કાર્યવાહી કરવાની શરૂ કરી, આ દીકરો તેના માતાપિતાનો એકના એક દીકરો હતો, પિતા આખા પરિવારનું ગુજરાન ખેતી કરીને ચલાવતા હતા,

આ દીકરો રાજકોટની SKP શાળામાં અભ્યાસ કરતો હતો અને હવે 12માં ધોરણમાં આવ્‍યો એટલે તેના પિતાએ કહ્યું કે તારે હવે રાજકોટમાં અભ્યાસ કરવો પડશે તે વાતનું માઠું લાગ્યું એટલે દીકરાએ પોતાનું જીવન ટૂંકાવીને મોતને વહાલું કર્યું હતું.