રાજકોટના એક યુવકનો તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો તો તે જોઈને આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો. – GujjuKhabri

રાજકોટના એક યુવકનો તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો તો તે જોઈને આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો.

હાલમાં ઘણા અવનવા કિસ્સાઓ બનતા હોય છે, ઘણા કિસ્સાઓ તો એવા બનતા હોય છે કે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો રાજકોટ નજીક આવેલા વાંકાનેર રોડ પરથી સામે આવ્યો હતો, આ રોડ પર આવેલા સંધા તળાવમાંથી ૪૫ વર્ષના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ બનાવની જાણ કુવાડવા રોડ પોલીસને થઇ તો તરત જ પોલીસની ટિમ ઘટનાસ્થળે આવી ગઈ અને બધી તપાસ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી, આ બનાવ વિષે વધુ માહિતી મળતા જાણવા મળ્યું કે સામાકાંઠા વિસ્તારમાં સંતકબીર રોડ પર આવેલ ઇમિટેશનના વેપારીના સાડા પાંચ લાખ રૂપિયા લઈને રાજસ્થાનના ત્રણ યુવકો ભાગી ગયા હતા.

ત્યારબાદ વેપારીએ આ ઘટનાની જાણ પોલીસને કરી તો તરત જ પોલીસએ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી. આ ઘટના વિષે વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે નાનામવા રોડ પર રહેતા અને સંતકબીર રોડ પર જલારામ રોલ એન્ડ કોબા નામની દુકાન ધરાવતા અક્ષયભાઇ તન્નાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજસ્થાનના ત્રણ યુવકો સુજરામસિંગ બાધારામ, લક્ષ્મણસિંગ અને નરેન્દ્રસિંહ દુકાન સામે શિવાલય કોમ્પ્લેક્ષમાં શિવાની બેંગલ્સ દુકાન ધરાવતા હોવાથી છેલ્લા આઠ મહિનાથી તે પરિચયમાં હતા. ત્યારબાદ ઇમિટેશન માલની ખરીદી કરીને સાઉથના રાજ્યોમાં વેચવા માટે લઇ ગયા.

તે લોકોએ કહ્યું કે બે-ત્રણ દિવસમાં આપી દઇશ, તે પછી ૧૫ ફેબ્રુઆરીના રોજ તેમની દુકાન પણ બંધ થઇ ગઇ અને ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો, ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું કે વેપારીનો માલ લઇને રાજસ્થાનના ત્રણ યુવકો ભાગી ગયા તો હાલમાં પોલીસ આગળની તપાસ કરી રહી છે.