રાજકોટના આ યુવક પાસે લાખો રૂપિયાની મર્સીડીસ કાર છે તો પણ તે તેને ઘરની બહાર નથી કાઢી શકતા…એવું તે કેમ…. – GujjuKhabri

રાજકોટના આ યુવક પાસે લાખો રૂપિયાની મર્સીડીસ કાર છે તો પણ તે તેને ઘરની બહાર નથી કાઢી શકતા…એવું તે કેમ….

દરેક લોકોનું સપનું હોય કે તેમની પાસે મોંઘી ગાડી હોય અને તે પોતાની ગાડીમાં ફળે. પણ આજે અમે તમને એક એવા યુવક વિષે જણાવીશું કે તેમની પાસે મર્સીડીસ ગાડી છે તો પણ તે પોતાની ગાડીને ઘરની બહાર નથી કાઢી શકતા.

આ યુવકનું નામ અરવિંદ ભાઈ લીંબાસીયા છે અને તે રાજકોટના રહેવાસી છે. તેમની પાસે મર્સીડીસ ગાડી છે.૯ સપ્ટેમ્બરના દિવસે તેમના પર એક મેસેજ આપવ્યો કે તેમની ગાડીનો ભરૂચ ટોલ પ્લાઝા પાસે ૪૦ રૂપિયાનો ટોલ ટેક્સ કપાયો છે.

પણ વાસ્તવમાં તેમની કાર તેમના જ ઘરના પાર્કિંગમાં ઉભી હતી. આ મેસેજ જોઈને અરવિંદ ભાઈ ખુબજ ચોકી પડ્યાં હતાં.તેમને નવાઈ લાગી કારણ કારણ કે તેમની કાર તો ઘરે છે આજે ઘરની બહાર પણ નથી નીકળી.

તેમની કાર પર ફાસ્ટ ટેગ લગાવેલી છે. જેમાંથી ઓટો મેટિક પૈસા કપાઈ રહયા છે. અરવિંદ ભાઈએ પોતાની બેન્કને પણ આની ફરિયાદ કરી છે. ત્યારે અરવિંદ ભાઈએ કહ્યું કે માને ૪૦ રૂપિયાનો કોઈ વાંધો નથી પણ એક જાતની છેતપિંડી કહેવાય.

આવું તો દિવસ દરમિયાન કેટલા લોકો સાથે થતું હશે. જેમના રૂપિયા આવી રીતે કપાતા હશે.આવું લોકો શું કરવા કરતા હશે. લોકો ટેક્નિકલનું બાનું કાઢી આવી રીતે પૈસા કમાવાની રીત શોધી લેતા હોય છે અને આવી રીતે છેતરપિંડી કરીને મહિને લાખો રૂપિયા ભેગા કરી દેતા હોય છે. જે ખુબજ ખરાબ વાત કહેવાય. જો તમારી સાથે પણ આવી થાય તો ચેતી જજો.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.