રાજકોટના આ યુવકે નાની વાતથી કંટારીને ભર્યું એવું પગલું કે આખા પંથકમાં ચકચાર મચી ગયો.
હાલમાં ઘણા હત્યાના બનાવો બનતા જોવા મળતા હોય છે, હાલમાં એક તેવો જ બનાવ રાજકોટ શહેરમાંથી સામે આવ્યું હતું, આ બનાવની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે રાજકોટ શહેરના ગાયત્રીનગરમાં ગ્રાફિક ડિઝાઇનર વિવેક સોરઠિયાએ પોતાની ઓફિસમાં જ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, આ ઘટનાની જાણ ભક્તિનગર પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી.
ત્યારબાદ પોલીસે બધી તપાસ કરી તો જાણવા મળ્યું કે વિવેક સોરઠિયાનો ધંધો બરાબર ચાલી રહ્યો ન હતો એટલે ગ્રાફિક ડિઝાઇનરે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના વિષે વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે શહેરમાં ૧૫૦ ફૂટ રિંગરોડ પર લક્ષ્મણઝુલા સોસાયટીમાં રહેતા વિવેક કમલેશભાઈ સોરઠિયાએ ગાયત્રીનગરમાં તેની ગ્રાફિક ડિઝાઇનની ઓફિસ ચલાવતા હતા.
ઓફિસમાં જ વિવેક સોરઠિયાએ પોતાનું જીવન ટૂંકાવી દેવાના પ્રયાસો કર્યા તો તેમને તરત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં ટૂંકી સારવાર દરમિયાન જ વિવેક સોરઠિયાનું મૃત્યુ થયું હતું, આ ઘટનાની જાણ ભક્તિનગર પોલીસને થઇ તો તરત જ પોલીસ આવી ગઈ અને બધી તપાસ કરીને આગળની તપાસ કરવાની શરૂ કરી હતી.
આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે તપાસ કરીને જણાવ્યું હતું કે વિવેકને બે ભાઈઓ હતા તેમાંથી વિવેક નાનો ભાઈ હતો, વિવેકના લગ્ન થયા ન હતા, તેથી વિવેક તેના મોટાભાઈ સાથે ગાયત્રીનગરમાં ગ્રાફિક ડિઝાઇનની ઓફિસ ચલાવતો હતો. દેશમાં લોકડાઉન લાગ્યું ત્યારબાદ વિવેકનો ધંધો સારો ચાલી રહ્યો ન હતો તેનાથી કંટારીને વિવેકે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.