રાજકોટના આ યુવકનું માર્ગ અકસ્માતમાં બ્રેઈન ડેડ થઇ જતા પરિવારના લોકોએ કિડની, લિવર અને આંખોનું દાન કરીને જરૂરિયાતમંદ લોકોને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી – GujjuKhabri

રાજકોટના આ યુવકનું માર્ગ અકસ્માતમાં બ્રેઈન ડેડ થઇ જતા પરિવારના લોકોએ કિડની, લિવર અને આંખોનું દાન કરીને જરૂરિયાતમંદ લોકોને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી

આપણે દરેક લોકો જાણીએ જ છીએ કે અંગદાનને સર્વશ્રેઠ દાન ગણવામાં આવે છે, તેથી ઘણા લોકો તેમના અંગોનું દાન કરીને માનવતા મહેકાવતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો હતો, રાજકોટમાં રહેતા ભાવેશ બાલિયા નામના યુવકનું ગઇકાલના રોજ કાલાવડ રોડ પર બાઇક સ્લીપ થઇ જતા અકસ્માત સર્જાઈ ગયું હતું.

તેના કારણે ભાવેશને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઇ હતી, તેથી સારવાર માટે ભાવેશને પરિવારના લોકો પહેલા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગર રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન જ ડોકટરોએ ભાવેશભાઈને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.

ત્યારબાદ પરિવારના લોકોએ ભાવેશભાઈના અંગોનું દાન કરીને બીજા લોકોને નવું જીવનદાન આપવા માંગતા હતા, તેથી પરિવારના લોકોએ ભાવેશભાઈના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું,

તેથી બપોરના સમયે અમદાવાદની ખાનગી હોસ્પિટલની ટીમ રાજકોટ આવી પહોંચી હતી, ભાવેશભાઈના પરિવારના લોકોએ બે કિડની, લિવર અને બે આંખોનું દાન બીજા લોકોને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી.

આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે ભાવેશભાઈ રાજકોટમાં કેટરિંગનું કામ કરતા હતા અને અચાનક જ ભાવેશભાઇ બારૈયાનું મટુકી રેસ્ટોરન્ટ પાસે બાઇક સ્લીપ થઇ જતા અકસ્માત સર્જાઈ ગયું એટલે ભાવેશભાઈને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી,

તો પરિવારના લોકોએ ભાવેશભાઈને સારવાર માટે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ કર્યા પણ ત્યાં સારવાર દરમિયાન જ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા તો પરિવારના લોકોએ તેમના અંગોનું દાન કરીને માનવતા મહેકાવી.