રાજકોટના આ પિતાએ દિવસ રાત કારખાનામાં કામ કરીને દીકરીને ભણાવી તો દીકરીએ પણ બારમા ધોરણમાં સારા ટકા મેળવીને માતાપિતાનું નામ રોશન કર્યું. – GujjuKhabri

રાજકોટના આ પિતાએ દિવસ રાત કારખાનામાં કામ કરીને દીકરીને ભણાવી તો દીકરીએ પણ બારમા ધોરણમાં સારા ટકા મેળવીને માતાપિતાનું નામ રોશન કર્યું.

બે દિવસ પહેલા જ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, તેમાં ઘણા વિધાર્થીઓએ સારા ટકા મેળવીને માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું હતું, તેવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો હતો, રાજકોટના એક પિતાએ દિવસ રાત મહેનત કરીને દીકરીને ભણાવ્યો તો દીકરીએ પણ સારા ટકા મેળવીને માતાપિતાનું નામ રોશન કર્યું હતું.

આ ઘટનાની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે રાજકોટના આ પિતા કારખાનામાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને દીકરી હર્ષિતાને ભણાવતા હતા, તો હર્ષિતાએ પણ દિવસ રાત મહેનત કરીને ૯૯.૯૯ PR મેળવીને આખા પરિવારનું નામ ગર્વથી રોશન કર્યું હતું.

હર્ષિતાએ જણાવતા કહ્યું હતું કે હું આજે જે પરિણામ મેળવ્યું છે તે મારા માતાપિતાના સાથ અને સહકારથી મેળવ્યું છે, મારા પિતા આખો દિવસ કારખાનામાં મજૂરીકામ કરતા હતા અને મને સારો અભ્યાસ કરાવતા હતા, તેથી આજે જે પણ પરિણામ આવ્યું છે તેના પાછળ મારા પરિવારના લોકોનો ખુબ જ સાથ અને સહકાર રહેલો હતો.

તેથી હવે હર્ષિતા આગળ સીએનો અભ્યાસ કરીને સીએ બનવાનું સપનું છે, હર્ષિતાના પરિણામ બાદ હર્ષિતાનો આખો પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો હતો અને તેના માતાપિતા તેમના ખુશીના આંસુ રોકી જ શક્યા ન હતા, હર્ષિતાએ દિવસ રાત મહેનત કરીને બારમા ધોરણમાં સારા ટકા મેળવીને આખા રાજકોટ શહેરનું નામ ગર્વથી રોશન કર્યું હતું.