રાજકોટના આ દિવ્યાંગ વિધાર્થીએ બારમા ધોરણમાં ૯૫ ટકા મેળવીને માતાપિતાનું નામ આખા ગુજરાતમાં રોશન કર્યું તો માતાપિતા તેમની ખુશીના આંસુ રોકી જ ના શક્યા.
આજ રોજ બારમા ધોરણનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ઘણા વિધાર્થીઓએ સારા ટકા મેળવીને પરિવારનું નામ ગર્વથી રોશન કર્યું હતું, તેવા જ આજે આપણે એક વિધાર્થીની વાત કરીશું, આ દિવ્યાંગ વિધાર્થી રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, આ વિધાર્થીનું નામ સ્મિત ચાંગેલા હતું, સ્મિત નાનપણથી જ દિવ્યાંગ હતો.
સ્મિત દિવ્યાંગ હોવાથી પહેલેથી જ તેને ચાલવામાં અને લખવામાં ખુબ જ તકલીફ પડતી હતી, તો પણ હિંમત હાર્યા વગર મહેનત કરવાની શરૂ રાખી અને આજે ૯૯.૯૭ PR મેળવીને માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું હતું, સ્મિતના પરિણામને જોઈને તેના માતાપિતા પણ ખુબ જ ખુશ થઇ ગયા હતા અને પરિવારના લોકોમાં પણ ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો.
સ્મિતએ પરિણામ આવ્યા બાદ જણાવતા કહ્યું હતું કે જીવનમાં સારો અભ્યાસ કરીને સ્મિત આઈએએસ અધિકારી બનવા માટે ઈચ્છતો હતો અને પોતાની જેવા દિવ્યાંગ લોકોની સેવા કરવાનું પણ સ્મિત ઈચ્છતો હતો. સ્મિતએ ૭૦૦ માંથી ૬૬૨ માર્ક મેળવીને એટલે કે ૯૫ ટકા મેળવીને આખા પરિવારનું નામ સ્મિતએ દેશભરમાં રોશન કર્યું હતું.
સ્મિતએ એ પણ જણાવ્યું હતું કે હું મારા માતાપિતાના કારણે અહીં સુધી પહોંચ્યો છું, સ્મિતએ તેનો કોમર્સનો અભ્યાસ ધોળકિયા સ્કૂલમાંથી પૂરો કર્યો હતો, સ્મિત હવે GPSC અને UPSC ની પરીક્ષા પાસ કરીને આઈએએસ અધિકારી બનવું છે અને મારા જેવા દિવ્યાંગ લોકોની સેવા કરવી છે. આથી સ્મિતએ દિવસ રાત સખત મહેનત કરીને ૯૫ ટકા મેળવીને માતાપિતાનું નામ આખા ગુજરાતમાં રોશન કર્યું.