રહસ્યમય રીતે ગુમ થયેલા વડોદરાના જોશી પરિવારનું રહસ્ય આવ્યું સામે,CCTV જોઈને થયો આ મોટો ખુલાસો…. – GujjuKhabri

રહસ્યમય રીતે ગુમ થયેલા વડોદરાના જોશી પરિવારનું રહસ્ય આવ્યું સામે,CCTV જોઈને થયો આ મોટો ખુલાસો….

એક એવી ઘટના વડોદરામાં બની છે જે આપણને વિચારતા કરી મૂકશે.હાલ દરેક જાણે જ છે કે મૂળ ડભોઈનો પરંતુ વડોદરામાં કપુરાઈ ચોકડી પાસે રહેતો જોશી પરિવાર અચાકન ગુમ થતાં અનેક પ્રકારના તર્ક-કુતર્ક વહેતા થયા છે.જોશી પરિવારના 4 સભ્યો ગુમ થતાં તેમના સંબંધીઓ ચિંતિત થયા છે.સાથે જ પોલીસ પરિવારને શોધવા માટે દોડતી થઈ છે.

સૌથી પહેલા પોલીસે વડોદરાના કાન્હા હાઈટ્સમાં તપાસ કરી હતી.જ્યાંથી પાડોશીઓની પૂછ-પરછમાં પોલીસને એ જાણવા મળ્યું કે ગુમ થયેલા પરિવારે ફ્લેટના સભ્યો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા.આ ઉપરાંત પોલીસને તપાસ દરમિયાન પરિવારના ઘરેથી ચિઠ્ઠી મળી આવી હતી.

એ ચિટ્ઠીમાં નિરવ ભૂવા,રાહુલ ભૂવા,બિટ્ટુભાઈ,અલ્પેશ અને અલ્પેશ મેવાડા એમ ચાર વ્યક્તિના નામનો નામનો ઉલ્લેખ જોવા મળ્યો હતો.ગુમ થનાર રાહુલના ભાઈ એ કહ્યું કે મારા ભાઈનો પરિવાર આર્થિક સંકડામણમાં મુકાયો છે.જેને લઈ ઘરેથી ચાલ્યા ગયા હોવાની શક્યતા છે. રાહુલના પિતરાઈ ભાઈ અને રાહુલની પત્ની નીતાબેનના ભાઈએ પરિવારને ઘરે પરત ફરવા આજીજી કરી છે.

સાથે જ કોઈ પણ સમસ્યા હશે તો પરિવાર મદદરૂપ થશે તેવી ખાતરી પણ આપી છે.હવે આ મામલે એક મહત્વના સમાચાર આવ્યા છે.પરિવારને શોધવા માટે પોલીસ સીટીટીવી ફૂટેજ પણ ફંફોળી રહી છે.આ જ કડીમાં પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા જેમાં એક સીસીટીવી ફૂટેજમાં આ પરિવાર ઈકો ગાડીમાં બેસીને અમદાવાદ તરફ જતો જોવા મળ્યો છે.