રસોડામાં રહેલી પાંચ વસ્તુઓનો આ ઉપાય શરીરમાં જામી ગયેલા ગમે તેવા કચરાને બહાર કરી દેશે. – GujjuKhabri

રસોડામાં રહેલી પાંચ વસ્તુઓનો આ ઉપાય શરીરમાં જામી ગયેલા ગમે તેવા કચરાને બહાર કરી દેશે.

ઘણા લોકોને હાલના ચાલી રહેલા સમયમાં ઘણી અવનવી બીમારીઓ થતી હોય છે, તેના કારણે લોકોની જીવનશૈલી બદલાઈ જતી હોય છે, ઘણા લોકોને શરીરમાં કચરો પણ જામી જતો હોય છે, તે બધા જ કચરાને બહાર કાઢવા માટે લોકો ઘણા બધા ઉપાયો કરતા હોય છે તો પણ ઘણીવાર શરીરમાં જામી ગયેલો કચરો બહાર નીકળતો નથી.

તેથી શરીરમાં જામી ગયેલા કચરાને દૂર કરવા માટે આ પાંચ વસ્તુઓનો ઉપાય રામબાણ નીવડે છે, આ સમસ્યાને દૂર કરવા માટે એક લીટર પાણી લઈને તેની અંદર આ પાંચ વસ્તુઓને નાખીને તેને પલાળીને રાખવું અને તેને ઉકાળી લેવું, ત્યારબાદ આ ઉકાળાને પીવાનો છે, આ ઉકાળો પીવાથી શરીરમાં જામી ગયેલો બધો જ કચરો બહાર નીકળી જાય છે.

આ ઉપાય કરવા માટે એક ચમચી મેથીના દાણા લેવાના છે, મેથીના દાણાનું સેવન કરવાથી હાથ, પગ અને સાંધાને લગતા બધા જ પ્રકારના દુખાવા દૂર થાય છે અને હાડકા મજબૂત થાય છે, ત્યારબાદ આ ઉપાય કરવા માટે વરિયાળી લેવાની છે, વરિયાળીનું સેવન કરવાથી શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થાય છે અને શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે.

તે પછી આ ઉપાય કરવા માટે અજમો અને જીરું પણ લેવાનું છે, એક ચમચી જીરુંનો ઉપાય કરવાથી પાચન શક્તિ એકદમ મજબૂત બનતી હોય છે, ત્યારબાદ પાંચમી વસ્તુ સૂકા ધાણા લેવાના છે, સૂકા ધાણા શરીરની નસોને ખોલવાનું અને કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે, આથી સૂકા ધાણાનું પણ સેવન કરવું જોઈએ.

આ પાંચેય વસ્તુઓની એક એક ચમચી લઈને તેને એક લીટર પાણીમાં નાખીને ઉકાળવાનું છે, જ્યાં સુધી આ પાણી અડધું ના થાય ત્યાં સુધી આ પાણીને ઉકાળવાનું છે, તે પછી ઉકાળેલું ૧૦૦ એમએલ જેટલું પાણી પીવાનું છે, આ ઉકાળાનું સેવન કરવાથી શરીરમાં થતી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.