રવિવાર હોવાથી ભાવનગરનો યુવક મિત્રો સાથે ફરવા ગયો હતો પણ ત્યાં તેની નાની એવી બેદરકારી તેના મૃત્યુનું કારણ બની. – GujjuKhabri

રવિવાર હોવાથી ભાવનગરનો યુવક મિત્રો સાથે ફરવા ગયો હતો પણ ત્યાં તેની નાની એવી બેદરકારી તેના મૃત્યુનું કારણ બની.

રવિવાર આવે એટલે લોકો મિત્રો અને પરિવાર સાથે મજા મસ્તી કરવા માટે ઉપડી જાય છે. પણ અમુકવાર નાની એવી બેદરકારીના લીધે મજા કયારે સજામાં ફેરવાઈ જાય તેનું કઈ નક્કી નથી હોતું. ગઈકાલે રવિવાર હોવાથી ભાવનગરનો યુવક પોતાના મિત્રો સાથે નિષ્કલંક દરિયાકિનારે ફરવા માટે ગયો હતો.

આ યુવકનું નામ સુનિલ વાઘેલા હતું. સુનિલ પોતાના મિત્રો સાથે દરિયા કિનારે ફરવા માટે આવ્યો હતો.બપોરના સમયે મિત્રો દરિયામાં નહાવા માટે પડ્યા હતા. તો તેમની સાથે સુનિલ પણ દરિયામાં નહાવા માટે પડ્યો હતો.

સુનિલને તરતા નહતું આવડતું તો પણ તે દરિયામાં મિત્રો સાથે નહાવા માટે પડ્યો હતો. મિત્રો સાથે તે મજા મસ્તી કરતા કરતા ક્યાં પહોંચી ગયો. તેને તેની જાણ જ ના થઇ.સુનિલ દરિયાના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો. મિત્રોએ તેની મદદ કરવા માટે હાથ લંબાવ્યો પણ તેનો કોઈ પત્તો જ ન લાગ્યો.

આખરે દરિયા કિનારે ફરજ બજાવતા તટ રક્ષક જવાનોએ તરત જ સુનિલને શોધી કાઢ્યો અને તેને બહાર લાવીને તાપસ કરવામાં આવી તો તેનું ત્યાર સુધી તો મૃત્યુ થઇ ગયું હતું. મિત્રોને આ વાતની જાણ થતાની સાથે જ તે ચિંતામાં આવી ગયા.

જયારે સુનિલના પરિવારને આ વાતની જાણ થઇ તો પરિવારમાં માતમ છવાઈ ગયો. પરિવાર તરત જ ત્યાં પહોંચી ગયો અને આક્રંદ રુદન શરૂ કર્યું હતું. નાની એવી ભૂલના કારણે સુનિલને પોતની જીવ ખોવો પડ્યો. જયારે પણ તમે આવી જગ્યાએ ફરવા માટે જાઓ ત્યારે સલામતીની ખાસ તકેદારી રાખો.