રક્ષાબંધનના દિવસે બહેને ભાઈને જે હાથે રાખડી બાંધી,એ ભાઈએ તે જ હાથે દિલ પર પથ્થર રાખી વ્હાલસોઇ બહેનને મુખાગ્ની આપી,અંતિમયાત્રા નીકળી તો આખા ગામની આંખે આંસુ આવ્યા….. – GujjuKhabri

રક્ષાબંધનના દિવસે બહેને ભાઈને જે હાથે રાખડી બાંધી,એ ભાઈએ તે જ હાથે દિલ પર પથ્થર રાખી વ્હાલસોઇ બહેનને મુખાગ્ની આપી,અંતિમયાત્રા નીકળી તો આખા ગામની આંખે આંસુ આવ્યા…..

ગ્રીષ્મા વેકરિયાની હત્યા કોઈ ભૂલ્યું ન હતું કે ફરીથી ગુજરાતમાં એવી જ ઘટના બની ગઈ.ખેડા જીલ્લામાં બધાને રડાવી દે તેવી ઘટના બની છે.એક તરફી પ્રેમીમાં સુરતની ગ્રીષ્મા વેકરિયા બાદ વધુ એક દીકરીએ જીવ ગુમાવ્યો.તમને જણાવીએ કે 46 વર્ષીય આધેડ નરાધમે એક તરફી પ્રેમમાં ફૂલ જેવી માસૂમ દીકરીને રહેંસી નાખી.ભરબજારે લોહીમાં લથબથ માસૂમ તડપતા તડપતા મોતને ભેંટી પડી.

મોતને ભેટનાર દીકરીની જ્યારે અંતિમયાત્રા નીકળી તો આખા ગામની આંખે આંસુ હતા.એક અઠવાડિયા પહેલાં જ રક્ષાબંધનના દિવસે કૃપાએ ભાઈના કાંડે રાખડી બાંધી હતી અને બરાબર એક અઠવાડિયા પછી ભાઈએ તે જ હાથે દિલ પર પથ્થર રાખી વ્હાલસોઇ બહેનને મુખાગ્ની આપી.સમગ્ર ઘટના જણાવીએ તો ખેડા જિલ્લાના માતર પંથકના ત્રાજ ગામે રહેતો 46 વર્ષિય શખ્સ રાજુ મગનભાઈ પટેલે રહે છે.

તેના તેની પત્નીથી છૂટાછેડા થઇ ગયા છે.તેણે એક તરફી પ્રેમમાં પાગલ થઇ માસૂમ ફુલ જેવી કિશોર વયની દીકરીની હત્યા કરી નાખી હતી.તમને જણાવીએ કે કૃપા બુધવારે મોડી સાંજે ગામમા બસ સ્ટેન્ડ નજીક આવેલી દુકાને ઠંડુ પીણું લેવા ગઈ હતી.આવામાં તેને ક્યાં ખબર હતી કે આ તેની છેલ્લી પળો હશે.કૃપા ઠંડુ પીણું લેવા જઈ રહી હતી કે ત્યાં કટર લઈ રાજુ તૂટી પડ્યો હતો.

હાથે અને ગળાના ભાગે છરીના ઘા મારી કૃપાની નિર્મમ‌ હત્યા કરી નાખી હતી.આ ઘટનામા માતર પોલીસે હત્યા કરનાર રાજુની ધરપકડ કરી દીધી છે.મળતી માહિતી મુજબ પોલીસની તપાસમાં રાજુએ એક તરફી આકર્ષણમા આ હિન કૃત્ય આચર્યું હોવાનુ જાણવા મળ્યુ છે.જોકે પહેલાથી જ કૃપા રાજુથી દૂર રહેતી હતી.

આથી હત્યારાને એમ થયું કે કૃપા તેને જાણી જોઇને ઈગ્નોર કરે છે.માટે તેને ગુસ્સો આવ્યો અને એકાએક આ હુમલો કરી કૃપાની હત્યા કરી નાખી હતી.હુમલો કરતી વેળાએ ન કોઈ ઝઘડો કે વાતચીત બસ એકાએક હુમલો કરી આરોપી ફરાર થઈ ગયો હતો.

તમને જણાવીએ કે કૃપાના પિતા દિલીપભાઈને 3 સંતાન હતા.જેમા બે દીકરી અને એક દીકરો છે.કૃપા વચેટ હતી.સૌથી મોટી કૃપાની બહેન જે 17 વર્ષની છે.આ બાદ કૃપા અને એ પછી તેનાથી 14 વર્ષનો નાનો તેનો ભાઈ.આમ આખો પરિવાર સુખેથી જીવન જીવી રહ્યો હતો.કૃપા પોતાના ભાઈ બહેન સાથે અભ્યાસ કરતી હતી.

ઉલ્લેખનીય વાત એ છે કે એક અઠવાડિયા પહેલા તો રક્ષાબંધનના દિવસે આખા પરિવારે હર્ષ અને ઉલ્લાસ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.ભાઈના જે કાંડા પર કૃપાએ રાખડી બાંધી હતી તે જ હાથે અઠવાડિયા બાદ નનામીને કાંધ આપ્યો હતો.જ્યારે કૃપાની સ્મશાનયાત્રા નીકળી તો આખુ ગામ હિબકે ચઢયું હતું.આ ઘટનાને પગલે ગ્રામજનો સહિત જિલ્લાભરમાં રોષ જોવા મળ્યો છે.