રક્ષાબંધનના દિવસે ખજુરભાઈને પોતાની બહેનએ રાખડી બાંધીને આર્શીવાદ આપ્યા અને જે કહ્યું તે ખરેખર સો ટકા સાચું છે. – GujjuKhabri

રક્ષાબંધનના દિવસે ખજુરભાઈને પોતાની બહેનએ રાખડી બાંધીને આર્શીવાદ આપ્યા અને જે કહ્યું તે ખરેખર સો ટકા સાચું છે.

આપણે દરેક લોકો આપણા પ્રિય ખજુરભાઈને તો ઓળખીએ જ છીએ, ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને માનવતા મહેકાવી છે, ખજુરભાઈએ ઘણા સમાજસેવાના કામ પણ કર્યા છે, આથી ખજુરભાઈ ગુજરાતના લોકોના દરેક ઘરે જાણીતા બન્યા છે, બે દિવસ પહેલા રક્ષાબંધનનો તહેવાર હતો એટલે ખજુરભાઈએ પણ તેમની બહેન સાથે આ તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી.

ખજુરભાઈએ ગુજરાતના દરેક ભાઈઓને એક સંદેશો પણ આપ્યો હતો અને કહ્યું હતું કે તમે તમારું લાડલી બહેનને હંમેશા માટે ખુશ રાખજો અને જો તમારી બહેન કાયમ માટે ખુશ રહેશે તો તમારું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહેશે, ખજુરભાઈએ કહ્યું હતું કે આજે હું બધા લોકોના આર્શીવાદથી જ સફળ રહ્યો છું અને બધા લોકોના દુઃખ દૂર કરવા માટે આજે સક્ષમ બન્યો છું.

ખજુરભાઈએ કહ્યું હતું કે જે સમયે ગુજરાતમાં તાઉતે વાવાઝોડું આવ્યું તે સમયે ઘણા લોકોના ઘર પડી ગયા હતા એટલે તે સમયે પણ ખજુરભાઈએ ઘણા લોકોને નવા ઘર બનાવી આપીને રહેવા માટે આશરો આપ્યો હતો, અત્યાર સુધી ખજુરભાઈએ ઘણા લોકોના દુઃખો દૂર કરીને તેમને જીવવા માટે નવી રાહ બતાવી છે, રક્ષાબંધનનો તહેવાર હોવાથી ખજુરભાઈને પણ તેમની બહેનએ રાખડી બાંધીને તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી.

ત્યારબાદ ખજુરભાઈએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા પણ શેર કર્યા હતા અને ખજુરભાઈને કહ્યું હતું કે દરેક ભાઈઓએ પોતાની બહેનોને હંમેશા માટે ખુશ રાખજો તો તમે ચોક્કસ સફળતા મેળવશો, ખજુરભાઈની સફળતા પરિવારના લોકોના આર્શીવાદથી છે, તેથી દરેક લોકોએ પરિવારમાં મહિલાઓને ખુશ રાખવી જોઈએ.