યુવક હાઈ વોલ્ટેજ વાળા વાયર પર લટકતો હતો તો પણ તેને કઈ ના થયું,જુઓ આ વિડીયો – GujjuKhabri

યુવક હાઈ વોલ્ટેજ વાળા વાયર પર લટકતો હતો તો પણ તેને કઈ ના થયું,જુઓ આ વિડીયો

આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કે ઈલેક્ટ્રીક વાયર સાથે રમવું જોખમી અને જીવલેણ હોઈ શકે છે.વિજ વોલ્ટેજના સંપર્કમાં આવવાથી શરીરમાં વિદ્યુતપ્રવાહ થઈ શકે છે.પરિણામે ઇલેક્ટ્રિક આંચકો અથવા ત્યાને ત્યાં ચોટી જવાય છે અને મૃત્યુ થાય છે.આપણને હંમેશા ઘરે અને શાળાઓમાં સૂચના આપવામાં આવે છે કે ખુલ્લા હાથે વાયરને ક્યારેય સ્પર્શ ન કરો.

પરંતુ એક ચોંકાવનારી ઘટનામાં ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાના અમરિયા નગરનો એક યુવક સ્ટંટ કરતા સમયે હાઈ વોલ્ટેજ વાયર પર ઝૂલતો હતો.24 સપ્ટેમ્બરના રોજ નૌશાદ નામનો વ્યક્તિ એક દુકાનની છત પર ચઢી ગયો અને ઉપરના વાયરો પર ઝૂલવા લાગ્યો.જેનાથી ત્યાં હાજર દરેક વ્યક્તિ અસ્વસ્થ અને પરેશાન થઈ ગઈ.સ્ટંટ કરતા વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ ક્લિપમાં નૌશાદ ઉપર ચડવાની કોશિશ કરતો અને વાયર પર સંતુલિત થતો જોવા મળ્યો હતો.અન્ય એક વીડિયોમાં લોકો દુકાનની છત પર ચડીને નૌશાદ સુધી પહોંચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.લોકો તેની પાસે પહોંચ્યા પછી તે નીચે ઉતર્યો.માણસની આ હરકતો જોઈને લોકો એકદમ સ્તબ્ધ થઈ ગયા.

સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં વીજળી ન હતી જેના કારણે નૌશાદને વીજ કરંટ લાગ્યો ન હતો.આ જોઈને આસપાસની દુકાનોના માલિકો અને ત્યાં એકઠા થયેલા લોકોએ વીજ વિભાગનો સંપર્ક કર્યો હતો અને વીજળી ન આપવા અપીલ કરી હતી.નીચે ઉતર્યા બાદ સ્થાનિક રહેવાસીઓએ નૌશાદના પરિવારનો સંપર્ક કર્યો અને તેમના ખતરનાક સ્ટંટ વિશે જણાવ્યું.પરિવારનું કહેવું છે કે

તે છેલ્લા કેટલાક દિવસોથી માનસિક રીતે સ્વસ્થ ન હતો.તેણે દાવો કર્યો હતો કે તે માનસિક રીતે અસ્વસ્થ હોવાને કારણે તે ઘણીવાર વિચિત્ર પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતો હતો.તમને જણાવીએ કે નૌશાદ બજારમાં પોતાની કારમાં બંગડીઓ વેચવાનું કામ કરે છે.આમ આ વિડીયો શેર થતા ની સાથે જ લોકો પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે અને આવા સ્ટંટ ન કરવા આ યુવાનને સલાહ આપતી કોમેન્ટો કરી રહ્યા છે.આવા અનેક વિડીયો આપણે ખાસ તો મેળામાં જોયા હશે કે જ્યાં મોતના કૂવામાં અમુક સ્ટંટ બાજો પોતાની ગાડીઓ વડે કરતબો બતાવતા હોય છે અને ક્યારેક જીવ પણ ચાલ્યા જતા હોય છે.