યુવકે માં મોગલને યાદ કરીને માનતા માની કે જો મારા ઘરે દીકરીનો જન્મ થશે તો ૧,૧૧,૦૦૦ ચઢાવીશ, માનતા માન્યાના થોડા જ સમયમાં થયો એવો ચમત્કાર કે… – GujjuKhabri

યુવકે માં મોગલને યાદ કરીને માનતા માની કે જો મારા ઘરે દીકરીનો જન્મ થશે તો ૧,૧૧,૦૦૦ ચઢાવીશ, માનતા માન્યાના થોડા જ સમયમાં થયો એવો ચમત્કાર કે…

માં મોગલ ઓ દયાળુ છે, માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલએ અત્યાર સુધી કેટલાય ભક્તોના દુઃખો દૂર કરીને તેમનું જીવન ખુશીઓથી ભરી દીધું છે, માં મોગલ ક્યારેય પોતાના ભકતોને દુઃખી જોઈ શકતા નથી, માં મોગલએ અત્યાર સુધી લાખો ભક્તોના દુઃખો દૂર કરીને તેમની માનેલી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી છે.

આજ સુધી માં મોગલે લાખો ભકતોની માનતાઓ પુરી કરી છે, ઘણા ભક્તો તો વિદેશોથી પણ માં મોગલની માનતા પુરી કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે, માં મોગલે આજ સુધી હજારો લાખો લોકોનો ઉદ્ધાર કર્યો છે. હાલમાં એક દંપતી પોતાની નવજાત દીકરીને લઈને માં મોગલના દરવાજે આવ્યો હતો. દીકરીના પિતાએ મણિધર બાપુને કહ્યું કે લગ્નના ૧૧ વર્ષ પછી માં મોગલે દીકરી આપી છે.

તેથી આજે અમે માનેલી માનતા પુરી કરવા માટે આવ્યા છીએ, આ દંપતીએ જણાવતા કહ્યું હતું કે તેમને સંતાનમાં કોઈ ન હતું અને લગ્નના ૧૧ વર્ષ થઇ ગયા તો પણ તેમના ઘરે કોઈ પારણું બંધાયું ન હતું, તે માટે અમારા ઘરે શેર માટીની ખોટ વર્તાઈ રહી હતી. ઘરે બાળકનો જન્મ થાય તે માટે અમે ઘણી હોસ્પિટલ અને ઘણી જગ્યાએ ફર્યા હતા.

બાળક માટે ઘણા પૈસા પાણીની જેમ વાપરી દીધા હતા તો પણ કઈ ફરક પડ્યો ન હતો એટલે આ દંપતી ખુબ જ થાકી ગયું હતું, ત્યારબાદ છેલ્લે આ મોગલનો આશરો દેખાયો તો દંપતીએ માં મોગલની માનતા માની, જો મારા ઘરે દીકરીનો જન્મ થશે તો અમે કબરાઉ આવીને ૧,૧૧,૦૦૦ રૂપિયા ચઢાવી જઈશું.

માનતા માન્યાના એક વર્ષમાં જ આ દંપતીના ઘરે દીકરીનો જન્મ થયો હતો, પરિવારમાં દીકરીનો જન્મ થતા જીવનની મોટી તકલીફ દૂર થઇ ગઈ હતી, લગ્નના ૧૧ વર્ષ પછી પરિવારમાં દીકરીનો જન્મ થયો તો આખો પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો હતો, ત્યારબાદ તરત જ આ દંપતી પોતાની માનેલી માનતા પુરી કરવા માટે કબરાઉ આવી પહોંચ્યો હતો, તે પછી બાપુએ દીકરીને રૂપિયા આપી દીધા અને કહ્યું કે માં મોગલ તમને સુખી રાખે.