યુવકને સાપ સાથે મશ્કરી કરવી પડી ભારે,યુવક સાપને મોઢાની નજીક લાવતાની સાથે થયું આવું,જુઓ વિડીયો – GujjuKhabri

યુવકને સાપ સાથે મશ્કરી કરવી પડી ભારે,યુવક સાપને મોઢાની નજીક લાવતાની સાથે થયું આવું,જુઓ વિડીયો

આપણે જાણીએ છે કે, સોશીયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે, જે સૌ કોઈ માટે ચેતવણી સમાન છે.સાંપને જોઈને લોકોના હૃદયના ધબકારા વધી જાય છે.જોકે સાપ પકડનારાઓ સાથે આવું થતું નથી.કોબ્રા હોય કે અન્ય કોઈ સાપ દરેક સાપને તેઓ ખુબ જ હળવાશ સાથે પકડી લે છે.આવી સ્થિતિમાં ક્યારેક સાપ પકડનારા સાપને પકડ્યા પછી ચુંબન કરે છે.

પણ કર્ણાટકના શિવમોગામાં જ્યારે એક માણસે કોબ્રાને પકડ્યા પછી તેને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સાપે તેના હોઠ પર ડંખ માર્યો.અહેવાલો અનુસાર વ્યક્તિનો જીવ બચી ગયો છે. કદાચ એટલે જ કહેવાય છે કે સાવધાની હટી તો દુર્ઘટના ઘટી.તમે કોઈ પણ કામમાં ગમે તેટલા નિષ્ણાંત હોવ પરંતુ સાવચેત રહેવું જરૂરી છે.

આ વીડિયો ટ્વિટર યુઝર @anwar0262 દ્વારા 1 ઓક્ટોબરે શેર કરવામાં આવ્યો હતો.તેણે કેપ્શનમાં લખ્યું હતું કે એક સાંપ પકડનાર નિષ્ણાતે કોબ્રાને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો.પરંતુ સાપે તેને તેના હોઠ પર ડંખ માર્યો.તમને જણાવી દઈએ કે વ્યક્તિ સાપને પકડ્યા બાદ ચુંબન કરી રહ્યો હતો.આ વીડિયોને સેંકડો વ્યૂઝ અને ઓછા લાઈક્સ મળ્યા છે.સાથે જ આ વીડિયો ધીમે ધીમે લોકોમાં પોપ્યુલર થઈ રહ્યો છે.જોકે આ વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો હતો તેની પુષ્ટિ થઈ નથી.

આ ક્લિપ 30 સેકન્ડની છે જેમાં આપણે કથિત સાંપ પકડનાર નિષ્ણાત કોબ્રાને પકડીને તેને કિસ કરતો જોઈ શકીએ છીએ.જો કે તે સાપને ચુંબન કરતાની સાથે જ કોબ્રા વળે છે અને તેના હોઠ પર ડંખ મારે છે અને માણસની પકડમાંથી મુક્ત થઈને જમીન પર દોડવા લાગે છે.જો કે બીજી વ્યક્તિ સાપને ફરીથી પકડી લે છે.આ વીડિયો જોઈને લોકો ચોંકી ગયા છે.

કોમેન્ટ કરતા એક વ્યક્તિએ લખ્યું કે- ઝેર હૈ પ્યાર હૈ તેરા ચુમ્મા.જ્યારે અન્ય લોકોએ લખ્યું કે શોના અફેરમાં આવું જ થાય છે!આ ઘટનાં દરેક વ્યક્તિઓ માટે ચેતવણી સમાન છે. આવું ક્યારેય પણ ન કરવું જોઈએ કારણ કે જીવન જોખમેં આવી રમત કરવાથી જીવ ગુમાવવાનો વારો આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Zee News (@zeenews)