યુવકને ખાનગી સ્કૂલની પ્રિન્સીપાલને પ્રેમ કરવો પડ્યો ભારે! 5 વર્ષ સુધી મહિલાએ એવું કર્યું કે યુવકે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું! સ્યુસાઇડ નોટમાં જણાવ્યું કે…
હરિયાણાના રોહતક જિલ્લામાંથી એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે.જ્યાં દિવાળી પહેલા 32 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લીધી હતી.મૃત્યુ પહેલા તેણે 7 પાનાની સુસાઈડ નોટ લખી હતી.જેમાં તેણે તેના અસલી ગુનેગારોના નામ લખ્યા છે.જે મુજબ યુવકે ખાનગી શાળાના પ્રિન્સિપાલ પર તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.આ સમગ્ર મામલો પ્રેમ-છેતરપિંડી અને બ્લેકમેલિંગનો છે.
7 પાનાની સુસાઈડ નોટ તેણે ઘરમાં જ કબાટમાં રાખી હતી.આ સુસાઈડ નોટ બાદ પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધ્યો હતો.જેમના નામ તેમાં લખેલા હતા.સની છાબરાએ સ્યુસાઈડ નોટમાં શાળા સંચાલક સાથે 4 વર્ષના પ્રેમ,બ્લેકમેઈલીંગ,બરબાદી અને અંતે આત્મહત્યાની સમગ્ર વ્યથાવર્ણવી છે.
સનીએ જણાવ્યું કે કેવી રીતે સ્કૂલ સંચાલક તેને પહેલા પણ લૂંટતી હતી.તે તેના પૈસા સામે તાકી રહેતી હતી.જ્યારે તેની માંગ પૂરી ન કરતો તો તે બ્લેકમેલ કરતી હતી.જેને પ્રેમ કર્યો તે બ્લેકમેલર બની ગઈ.અન્ય લોકો દ્વારા ધમકાવતી હતી.આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો કેસ નોંધ્યા બાદ પોલીસ હવે તેની પૂછપરછ કરશે અને સનીએ કરેલા આરોપોના જવાબ માંગશે.
પાણીપત,રોહતક અને દિલ્હી વગેરેમાં ઘણી વાર મળ્યા.કનિકા મારા વિના રહી શકતી ન હતી.પરંતુ કનિકાએ પ્રેમ સાથે સંબંધ તોડી નાખ્યો અને ઓક્ટોબરમાં બીજા જોડે સ્થાયી થઈ ગઈ હતી.કનિકા તેના માટે પહેલા મરતી હતી અને આત્મહત્યા કરવાની વાત કરતી હતી.હું તેને સમજાવવા માટે અનેક ફોન કરતો.તેને કહેતો હતો કે આત્મહત્યા ન કર,સની તારો છે અને તારો જ રહેશે.કનિકા કહેતી હતી કે મને લઈ જા.ફૂલહાર પણ મંગાવ્યા હતા.પણ ક્યાં લઈ જવી એ વિચારીને મેં ના પાડી દીધી હતી.આ પછી રમેશ, વિનોદ,દીપાંશુ અને બસંતે મને હેરાન કરવાનું શરૂ કર્યું.જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા.હું મારા પિતાની માફી માંગુ છું.મારે આ પગલું ભરવાની ફરજ પડી છે.
જણાવી દઈએ કે મૃત્યુ પહેલા સનીએ તેની બહેનને ફોન કર્યો હતો.જ્યાં તેણે મહિલા દ્વારા છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું હતું.જે તેને ઘણા વર્ષોથી પરેશાન કરી રહી છે.તેણે મારું જીવન બરબાદ કરી નાખ્યું.ક્યાંયનો છોડ્યો નથી.તેણે મારી પાસેથી લાખો રૂપિયા લીધા છે.હવે પ્રેમના નામે માત્ર અને માત્ર બ્લેકમેલિંગ.તેથી જ હું મજબૂર છું.બહેન તમે મારા મૃત્યુ પછી મારી પત્ની અને બાળકોની સંભાળ લેજો.આટલું બોલ્યા પછી સનીએ ફોન મૂકી દીધો.જોકે બહેને તેને ઘણી વખત ફોન કર્યો હતો.પરંતુ મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો.