મોરબી દુર્ઘટનામાં આ વ્યક્તિએ સામેથી આવેલી મોતને જોઈ લીધી હતી ! મોતના મુખમાથી પાછો આવ્યો આ વ્યક્તિ જાણો આખી ઘટના…
મોરબીમાં ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.જેના કારણે 500થી વધુ લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા હતા.આ ઘટનામાં પુલ પરથી નદીમાં પટકાયેલા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું.કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ હતી.જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ હતી.કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો હતો.
નવા વર્ષે જ લોકો માટે ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો.તેમજ આ બ્રિજને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યો હતો.ચાર દિવસમાં જ 12000 લોકોએ આ બ્રિજની મુલાકાત લીધી હતી.મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 9 લોકો વિરુદ્ધ FIR નોંધાઈ છે, જેમાંથી કોર્ટ દ્વારા 4 લોકોના રિમાન્ડ મજુર કરવામાં આવ્યા છે. હવે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સામે પણ કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. આ અંગે રાપર નગરપાલિકાના પૂર્વ ચેરમેને મુખ્યપ્રધાનને પાત્ર લખ્યો છે.
જોકે કેટલાક લોકોએ પુલ તૂટેલા ભાગ પર લટકીને અને કેટલાક લોકોએ દોરડા પર લટકીને પોતાનો જીવ બચાવ્યો હતો ત્યારે અમદાવાદમા રહેતા વિજય ગોસ્વામી પણ આ બ્રિજ પર પોહોચ્યા હતા.
પરંતુ તે નસીબદાર હતા કે તેમણે સામેથી આવેલી મોતને જોઈ નાખી હતી જ્યારે તેમણે કેટલાક યુવકોને બ્રિજ હલાવતા જોયા ત્યારે તેઓ અધ વચ્ચેથી જ પાછા ફરી ગયા હતા અને થોડી ક જ વારમાં આ બ્રિજ તૂટી ગયો અને ગણા લોકોના અવસાન થઈ ગયા.