મોરબી ઘટનામાં મદદ કરવા ગયેલા બે ભાઈઓ,સાથે લઈને આવ્યા જવાન દીકરાઓના મૃતદેહ…. – GujjuKhabri

મોરબી ઘટનામાં મદદ કરવા ગયેલા બે ભાઈઓ,સાથે લઈને આવ્યા જવાન દીકરાઓના મૃતદેહ….

30 મી ઓક્ટોબરના દિવસે જે દુર્ઘટના બની તે લોકોને લાંબા સમય સુધી યાદ રહેશે.મોરબી સહિત આખા દેશનાના લોકો આ ગોઝારા અકસ્માતના દિવસને ક્યારેય પણ ભૂલી શકશે નહીં.મચ્છુ નદી પોતાની સાથે અનેક લોકોને ભરખી ગઈ છે.આ હોનારતમાં હોમાયેલા લોકોનો જીવ બચાવવા અનેક લોકો ગયા અને પોતાનો માનવ ધર્મ નિભાવ્યો.

જ્યારે ઝૂલતો પુલ પડી જવાના સમાચાર શહેરમાં આગની જેમ ફેલાયા તો લોકો મદદ કરવા માટે દોડી આવ્યા.તંત્ર કામ શરુ કરે તે પહેલા સ્થાનિકો બચાવ કાર્યમાં જોડાઈ ગયા હતા. મોરબીમાં રહેતા ગણપત રાઠોડ અને મનુ રાઠોડ નામના બે ભાઈઓ પણ તેમાંના છે.એક પણ ક્ષણ માટે કંઈ પણ વિચાર કર્યા વિના બન્ને ભાઈઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ કરવા લાગ્યા હતા.

બીજા લોકોની મદદ માટે નદી પાસે પહોંચેલા આ બંને ભાઈઓ પીડિતોને કિનારા પર લાવવામાં મદદ કરતા હતા.ત્યારે ગણપત રાઠોડની એકાએક નજર પડી કે તેમના દીકરા વિજયની બાઈક નજીકમાં પાર્ક થયેલી છે.ત્યારે વિચાર આવ્યો કે આ મૃતદેહોમાં તેમનો દીકરો પણ હોઈ શકે છે.તો તેઓ વિચારતા વિચારતા બેહોશ થઈ ગયા હતા.

ગણપતના ભાઈ મનુ રાઠોડે જ્યારે જોયું કે વિજયની બાઈક અહીં પડી છે તો તે સમજી ગયા કે વિજય એકલો નહીં આવ્યો હોય,સાથે પોતાના પિતરાઈ ભાઈ જગદિશ(મનુ રાઠોડનો દીકરો)ને પણ લાવ્યો હશે.ગણપતભાઈ જણાવે છે કે બંને ભાઈઓ એક સાથે ભણતા હતા અને એક સાથે રમવા પણ જતા હતા.તેમને અલગ કરવા પણ આ શક્ય હતા અને સાથે જીવતા હતા અને સાથે દુનિયાને છોડી પણ સાથે જ ગયા.

મનુભાઈ પેઈન્ટર છે અને તેમના દીકરા વિજયએ તાજેતરમાં જ હોમ ગાર્ડની નોકરી મળી હતી અને 1 નવેમ્બરથી તેની ડ્યુટી શરુ થવાની હતી.બે દિવસ પહેલા તો તેને યુનિફોર્મ મળ્યો હતો.તેમજ જગદિશને પણ ગાર્મેન્ટની દુકાનમાં સારી નોકરી મળી ગઈ હતી.બન્નેની ઉંમર 20 વર્ષ હતી.પોતાના દીકરાઓના મુત્યુ અંગે કહ્યું કે આ ઘટનામાં લગભગ 6 લાખ રુપિયા વળતર તરીકે મળ્યા છે.પણ આ પૈસાથી અમારા દીકરા પાછા આવશે?