મોરબીમાં યુવકને યુવતી સાથે ફોન પર વાતો કરવી ખુબજ ભારે પડી ગઈ… થયું એવું કે કોઈએ સપને પણ નહતું વિચાર્યું… – GujjuKhabri

મોરબીમાં યુવકને યુવતી સાથે ફોન પર વાતો કરવી ખુબજ ભારે પડી ગઈ… થયું એવું કે કોઈએ સપને પણ નહતું વિચાર્યું…

દિવસેએ દિવસે હત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. જાણે લોકોએ કોઈ ડર જ નથી રહ્યો. આવી જ એક હત્યાનો બનાવ મોરબીથી સામે આવી છે. જ્યાં ભર બજારે એક યુવકની હત્યા કરી દેવાતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મોરબીના કેનાલ રોડ પર રહેતા ભરતભાઈનો દીકરો ભાવિક મોરબીની જ એક યુવતીને ફોન પર વાતો કરતો હતો. તે યુવતી પણ ભાવિકને રોજ ફોન કરતી હતી.આ વાત યુવતીના ભાઈઓને ખબર પડી જતા તેમને પસંદ નહતું કે તેમની બહેન કોઈ યુવક સાથે પ્રેમ સબંધ રાખે એ પણ કોઈ બીજા ધર્મનો યુવક હોય.

આ વાતની અદાવત રાખીને યુવતીના ત્રણ ભાઈઓએ ભાવિકને રાત વચ્ચે આંતરો અને તેની હત્યા કરવાંના ઇરાદે તેની પર તૂટી પડ્યા હતા અને તેને ખુબજ ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો.

કહીને ગયા કે હવે મારી બેન જોડે વાતોના કરતો નહિ તો આખું જીવન તારે ભોગવવું પડશે. એમાં કહીને તે ત્યાંથી નાસી ગયા હતા. લોકોએ તરત જ તેને હોસ્પિટમાં પહોંચાડ્યો હતો આ પછી તેના પરીવારે યુવતીના ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

૧૪ દિવસની હોસ્પિટલની સારવાર બાદ ભાવિકનું સારવાર દરમિયાન જ મૃત્યુ થઇ જતા.આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આની જાણકારી મળતાની સાથે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધીને ત્રણયે યુવકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દીકરાને પ્રેમ કરવાની એવી સજા મળી કે પરિવાર આખું જીવન આ સજા ભોગવશે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.