મોરબીમાં બનેલી દુર્ઘટનામાં ત્રણયે સગા ભાઈ ડૂબી ગયા ! ઘરે માતા રાહ જોતી જ રહી ગઈ…

મોરબીમાં ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.જેના કારણે 500થી વધુ લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા હતા.આ ઘટનામાં પુલ પરથી નદીમાં પટકાયેલા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું.કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ હતી.જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ હતી.કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો​​​​​ હતો

હાલમાં મોરબીમાં બનેલી દુર્ઘટનાને લઈને ગણા પરિવારે પોતાના વડીલો બાળકો અને ગણી મહિલાઓ ગુમાવી છે જ્યારે આને લઈને હાલમાં એક માતાનો વિડીયો વાઇરલ થયો છે જેણે એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ દીકરાઓ ગુમાવ્યા છે.માતાએ જણાવ્યુ કે મારા દીકરનો ફોન આવ્યો કે અમે જુલતા પુલે ફરવા જઈએ છીએ ત્યારે માતા તેમણે રજા આપી હતી આના પછી સાત વાગ્યાની આસપાસ તેના મિત્રનો ફોન આવ્યો અને તેમણે જણાવ્યુ કે જુલતો પુલ તૂટવાને કારણે મોટો હાદસો થયો છે.

આના પછી માતા એકલી જ રહી ગઈ અને તેના ત્રણેય દીકરાઓની રાહ જોતી જ રહી ગઈ પરંતુ દીકરાઓ ઘરે ન આવ્યા અને ખાલી તસવીર જ બાકી રહી ગઈ આ સાથે ત્રણેય દીકરાઓ પુલમાં પડવાને કારણે કોઈને ફોન ન લાગતો હતો.આ સાથે માતાએ જણાવ્યુ કે તમે દીકરાઓને જવાની રજા આપી હોવાથી હવે જાવ છોકરાઓને શોધી આવો આને લઈને માતા રડવા લાગી અને કહેવા લાગી કે હું ક્યાથી છોકરાઓને શોધી આવું.

જેમાં એક દીકરો 20 વર્ષનો એક 18 વર્ષનો અને તેનાથી નાનો ત્રીજો દીકરો 15 વર્ષનો હતો જે જુલતો પુલ તૂટતાં માતાને અલવિદા કહીને જતાં રહ્યા હતા આને લઈને માતાએ જણાવ્યુ કે સરકારને આને લઈને ન્યાય આપવો જોઈએ.

આ છોકરાઓ સાથે બીજા લોકો પણ હતા જેમાં અમુક લોકો બચી ગયા હતા જેના છોકરાઓ જતાં રહ્યા છે તેઓ સરકારને કહે છે તમે અમારા છોકરાઓ પાછા આપી શકશો માતા દીકરાઓની રાહ જોતી જરહી ગઈ હતી પરંતુ દીકરાઓનો અવાજ ન સંભળાયો.

Similar Posts