મોરબીમાં બનેલી ઘટના પછી હાઇકોર્ટ નગરપાલિકા સામે કરી લાલ આંખ,પુલ ખોલવાની મંજૂરી કેમ આપવામાં આવી….. – GujjuKhabri

મોરબીમાં બનેલી ઘટના પછી હાઇકોર્ટ નગરપાલિકા સામે કરી લાલ આંખ,પુલ ખોલવાની મંજૂરી કેમ આપવામાં આવી…..

મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.આ પછી હાઈકોર્ટે આ મામલાની નોંધ લીધી હતી.ત્યારે હાઈકોર્ટે ફરી એકવાર મોરબી મહાનગરપાલિકાને ફટકાર લગાવી છે.

ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ઝાટકણી કાઢી છે.કોર્ટે પુલના સમારકામ માટે કોન્ટ્રાક્ટ આપવાની પદ્ધતિ પર પણ સવાલ ઉઠાવ્યા છે.કોર્ટે મુખ્ય સચિવને બોલાવીને પૂછ્યું કે આટલા મહત્વપૂર્ણ કામ માટે શા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા નથી.સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે એ પણ પૂછ્યું કે આ મહત્વપૂર્ણ કામ માટેનો કરાર માત્ર દોઢ પેજમાં કેવી રીતે પૂર્ણ થયો?

કોર્ટે આ મામલે જણાવ્યું કે, મંજૂરી લીધા વગર આ પુલ કેમ ચાલલું કરવામાં આવ્યો હતો. આ સાથે જ કહ્યું કે, જનરલ બોર્ડની મંજૂરી લીધા વિના અજંગા ગૃપને કામ કઈ રીતે આપવામાં આવ્યું હતું. તેમજ MOU કે એગ્રિમેન્ટ વગર પુલના ઉપયોગની પરવાનગી કેમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, 24 નવેમ્બરના રોજ ઇન્ચાર્જ ચિફ ઓફિસરને કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચનાની માંગ કરતી પીઆઈએલની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ સોમવારે સંમત થઈ હતી.ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે પીઆઈએલ દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીની રજૂઆતની નોંધ લીધી હતી કે આ મામલે તાત્કાલિક સુનાવણીની જરૂર છે.