મોરબીમાં બનેલી ઘટનામાં આ દીકરીએ તેના પિતા અને બે ભાઈઓને ગુમાવ્યા તો આજે આ દીકરી રડતા રડતા કહી રહી છે કે હવે હું કોના સહારે મારુ જીવન જીવીશ… – GujjuKhabri

મોરબીમાં બનેલી ઘટનામાં આ દીકરીએ તેના પિતા અને બે ભાઈઓને ગુમાવ્યા તો આજે આ દીકરી રડતા રડતા કહી રહી છે કે હવે હું કોના સહારે મારુ જીવન જીવીશ…

થોડા દિવસ પહેલા મોરબીમાં ગોજારી દુર્ઘટના બની હતી, તે ઘટનાના પડઘા હજુ પણ શાંત થયા ન હતા, આ ઘટના બન્યા બાદ ઘણા એવા પણ લોકો છે જે લોકોએ પોતાનું બધું જ ગુમાવી દીધું છે, તેથી ઘણા પરિવારના માળા વિખેરાઈ ગયા છે, મોરબીની આ દુર્ઘટનાએ આ દીકરીનું જીવન બદલી નાખ્યું હતું, આ દીકરીના જીવનમાં એવી મોટી ખોટ પડી ગઈ હતી કે તેને કોઈ પુરી નહિ કરી શકે તેમ ન હતું.

રવિવારનો દિવસ મોરબી માટે કાળ બનીને તૂટી પડ્યો હતો, આ દુર્ઘટના બનતા માત્ર દસ સેકન્ડમાં જ અનેક પરિવારોના માળા ઉજડી ગયા હતા, આજે આપણે એક એવી જ દીકરી વિષે વાત કરીશું, આ દુર્ઘટનામાં આ દીકરીએ પોતાનો આખો પરિવાર ગુમાવી દીધો હતો, આ દીકરીએ આજે તેના પિતા અને બે ભાઈઓને ગુમાવી દીધા તો આજે આ દીકરી એકલી પડી ગઈ હતી.

આ દીકરીનું નામ વંદના છે. વંદનાએ વર્ષ ૨૦૧૩ માં પોતાની માતા ગુમાવી હતી એટલે તે પિતા અને તેના બે ભાઈઓના સહારે પોતાનું જીવન જીવી રહી હતી અને આજે આ દુર્ઘટનામાં પિતા અને બે ભાઈઓનું મૃત્યુ થઇ જતા આજે વંદના એકલી પડી હતી, વંદનાના પિતા સાથે તેના બે ભાઈઓ જુલતો પુલ જોવા માટે ગયા હતા અને અચાનક જ આ ઘટના બનતા એકસાથે ત્રણેય લોકોના મૃત્યુ થઇ ગયા હતા.

જયારે વંદનાને આ વાતની ખબર પડી કે તેના પિતા અને ભાઈઓના મૃત્યુ થઇ ગયા છે તે સાંભળીને દીકરી પર જાણે દુઃખના પહાડ તૂટી પડ્યા હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું, આજે આ દીકરી પરિવારમાં એકલી પડી ગઈ હતી,

આ દીકરીએ રડતા રડતા કહ્યું કે સરકાર મદદ તો કરશે પણ મારા પિતા અને ભાઈને પાછા થોડી લાવશે, હવે હું એકલી કઈ રીતે મારુ જીવન જીવીશ તેમ કહીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી.