મોરબીમાં ચાલુ ડાયરાએ બ્રીજરાજદાન ગઢવીએ ફેકયો ખુલ્લો પડકાર,કહ્યું ‘મોદી તેરા બાપ…… – GujjuKhabri

મોરબીમાં ચાલુ ડાયરાએ બ્રીજરાજદાન ગઢવીએ ફેકયો ખુલ્લો પડકાર,કહ્યું ‘મોદી તેરા બાપ……

હાલની ઈન્ટરનેટની દુનિયામાં ઘણા વિવાદિત વિડીયો સામે આવતા હોય છે.સોશિયલ વોરમાં પહેલા જ દેવાયત ખવડ અને બ્રીજરાજ દાન ગઢવીનો વિવાદ સામે આવ્યો હતો.જો કે બાદ બન્ને વચ્ચે સમાધન થઈ ગયું હતું.હાલ કમા નો વિવાદ તો ચાલી જ રહ્યો છે ત્યારે ફરી એક વખત બ્રિજરાદ ગઢવીનુ ચોંકાવનારુ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.

સૌપ્રથમ આપને જણાવીએ કે બ્રીજરાજદાન ગઢવી ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર ઈશરદાન ગઢવી ના પુત્ર છે અને હાલ ગુજરાતમાં લોક ડાયરાના લોકપ્રિય કલાકાર છે.હાલ તેમણે અસદુદ્દીન ઔવેસીને પડકાર ફેંક્યો છે.તમને જણાવીએ કે તેમણે PM મોદીના સમર્થનમાં ચોંકાવનારું નિવેદન આપ્યું હતુ અને કહ્યું હતું

કે હૈદરાબાદનું હનુમાનગઢ થશે અને અસદુદ્દીન ઔવેસીને ખબર પણ નહી પડે તેવુ કિધુ હતુ.સમગ્ર બાબત જણાવીએ તો મોરબીમાં એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મંચ પરથી બ્રીજરાજદાન ગઢવીએ ઔવેસીને પડકાર ફેક્યો હતો અને કહ્યું હતું કે “જબ મોદી હિમાલય મેં ચલા જાયેગા,ઓર યોગી મઠ મેં ચલા જાયેગા,તો ફીર તુમ્હે કૌન બચાને આયેગા.

મને કહેવા દો કે નરેન્દ્ર મોદી તારો બાપ છે. એ તારા હૈદરાબાદને ક્યારે હનુમાન ગઢ કરી નાંખશે એ સપને ય વિચાર નહિ કરી શકે. ઈ અમારો યોગી છે,ઈ અમારો યોગી છે.હુ ભાજપમાં નથી,નથી કોંગ્રેસ કે નથી આપ,કે નથી અપક્ષમાં.હુ ચારણ છું.મને ગમે તેને કહેવાનો અધિકાર છે.તમને જણાવીએ કે હાલ આ વિડીઓ લોકો સોશિયલ મીડીયા પર ખુબ શેર કરી રહ્યા છે.