મોરબીમાં આવેલો સુપ્રસિદ્ધ જુલતો પુલ તૂટતાં ૧૪૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તો પરિવારમાં ઠેર ઠેર માતમ છવાઈ ગયો.
રોજબરોજ ઘણી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે, તેવી જ એક દુઃખદ ઘટના મોરબીમાંથી સામે આવી હતી, તે દિવસ મોરબી માટે ખુબજ ભારે રહ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ગઈકાલના રોજ મોરબીનો સુપ્રસિદ્ધ જુલતો પુલ તૂટી ગયો તો ઘણા લોકો મોતને ભેટી પડ્યા હતા, મોરબીમાં આવેલા આ પુલનું ઘણા સમયથી સમારકામ ચાલી રહ્યું હતું.
મોરબીમાં આવેલા ઝુલતા પુલનું રીનોવેશન કરવાનું કામ ઓરેવા કંપનીને આપવામાં આવ્યું હતું અને આ ઘટના બન્યાના ત્રણ દિવસ પહેલા જ આ પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પુલને જેવો ખુલ્લો મુકવામાં આવ્યો તેની સાથે જ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી પહોંચ્યા હતા. ત્રણ દિવસમાં જ નવો જુલતો પુલ તૂટી પડતા પુલ પર ઉભા બધા જ લોકો નીચે નદીમાં પડી ગયા હતા.
નદીમાં પડેલા ઘણા લોકો પોતાની રીતે ઉપર આવવા માટે સફળ રહયા હતા અને ઘણા એવા પણ લોકો હતા જેમને સમયસર મદદ ના મળી એટલે તે લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. આ ઘટના બન્યા બાદ મૃતકોનો આંકડો ૧૪૧ સુધી પહોંચી ગયો હતો જેમાં ૨૫ જેટલા બાળકોના પણ મૃત્યુ થઇ ગયા હતા, આ ઘટનાની જાણ થતાની સાથે જ સેનાના લોકો બચાવવામાં માટે પહોંચી ગયા હતા.
મોરબીમાં આ ઘટના બનવાથી મોરબીમાં જાણે માતમ છવાઈ ગયો હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું અને ઘરે ઘરે મરસીયા ગવાઈ રહ્યા હતા, આ ઘટનામાં ૧૪૧ લોકોના મૃત્યુથી આજે આખા ગુજરાતના લોકો દુઃખી થઇ ગયા હતા અને દરેક લોકો ભાવુક થઈને રડી રહ્યા હતા અને આ ઘટના બનતા બધા લોકો દોડતા થઇ ગયા હતા.
આ પુલનું કામ કર્યા બાદ ઓરેવા કંપનીએ દાવો કર્યો હતો કે હવે ગમે તેટલા લોકો આ પુલ પર આવીને મઝા માણી શકશે પણ ઓરેવા કંપનીએ કહેલી આ વાત ખોટી રહી અને હાલમાં આ પુલ ક્યાં કારણથી તૂટી ગયો તેની હાલમાં તપાસ કરવામાં આવી રહી હતી, આ ઘટના બનતા હાલમાં આખા ગુજરાતમાં પડઘા પડી રહયા હતા અને આ ઘટના બનતા ગણા પરિવારમાં શોકના વાદળો છવાઈ ગયા હતા.