મોરબીને વ્હારે આવ્યું રાજવી પરિવાર! રાજમાતાએ મૃતકના પરિવારજનો માટે આટલી રકમની સહાય જાહેર કરી….. – GujjuKhabri

મોરબીને વ્હારે આવ્યું રાજવી પરિવાર! રાજમાતાએ મૃતકના પરિવારજનો માટે આટલી રકમની સહાય જાહેર કરી…..

રવિવારે બ્રિટિશકાળમાં બનેલો મુચ્છુ નદી પરનો પુલ તૂટી પડ્યો હતો.જેમાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં.દુર્ઘટના લોકો ક્યારેય નહીં ભૂલી શકે. દેશમાં હાહાકાર મચાવનાર મોરબી પુલ દુર્ઘટના મામલે ઘણા લોકો સહાય માટે આગળ આવ્યા છે.જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બાદ હવે મોરબીના રાજવી પરિવારે પણ પીડિતોને મદદ કરવાની જાહેરાત કરી છે.

મોરબીની દુર્ઘટનાની જાણ થતા રાજવી પરિવાર વતી રાજકુંવરીબા સાહેબ મીરબાયા તાત્કાલીક મોરબી આવ્યા હતા અને રાજવી પરિવાર વતી ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. રાજવી પરિવાર વતી તેમણે મૃતકોના પરિવારને એક લાખ રૂપિયાની સહાય કરવા માટેની તત્પરતા દાખવી છે.તેમજ આ ઘટનામાં તાત્કાલિક બચાવ કાર્યમાં મદદ કરનાર તમામ સ્થાનિક લોકો, સેવાભાવિ સંસ્થાઓ અને તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

આ ઘટના ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે.મોરબીનાં રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજકુંવરીબા સાહેબ મીરાબાપા,માયાબાપા,ઉમાબાપા તથા સમગ્ર રાજવી પરિવાર અત્યંત દુ:ખની લાગણી અનુભવે છે અને આ ઘટનાથી અત્યંત વ્યથિત છે તેમજ જેની કોઇએ કલ્પના પણ નહોતી કરી તેવી ઘટનાથી ખુબ જ હતપ્રભ થયા છે.