મોરબીની ઘટના બાદ રાજભા ગઢવીએ ડાયરામાં કહ્યું કે-મોદી સાહેબ આવ્યાને તાત્કાલિક હોસ્પિટલ તૈયાર થઈ ગઈ,જુઓ આ વિડીયો……
લોકડાયરા અને સાહિત્યના લોકપ્રિય કલાકાર રાજભા ગઠવીનું આજે કલાકારોની દુનિયામાં મોટુ નામ છે. અમરેલીના ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના લીલાપાણી નેસમાં જન્મેલા રાજભા ગઢવી આજે સફળતાની ટોચે છે.તમને જાણીને નવાઈ લાગશે કે રાજભા ગઢવી એક પણ ચોપડી ભણેલા ન હોવા છતા રાજભા એક ઉમદા કવિની સાથે લોકસાહિત્યકાર પણ છે.આવામાં તેમણે મોરબીનો પુલ તુટી પડવાની દુર્ઘટનાને લઈને આકારા પ્રહાર કર્યા છે.
તેમણે દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીના મોરબી આગમન સમયે રાતોરાત મોરબી સિવિલ હોસ્પિટલની મરામત કરવાની ઘટનાને માનવ જાત માટે કાળી ટીલી સમાન ગણાવી હતી.એટલું જ નહિ જાહેર સ્ટેજ ઉપરથી મોરબી સિવિલ હોસ્પીટલના સત્તાધીશોને માણસના પેટના ન હોવાના આકરા શબ્દો કહ્યા હતા.
તેમણે એવું પણ કહ્યું કે હુ એક સાહિત્યકાર છુ.હુ કોઇ પાર્ટીનો માણસ નથી.મને દુખ એ વાતનું થાય છે કે મોરબીમાં મોદી સાહેબ આવ્યા અને તાત્કાલિક હોસ્પિટલ તૈયાર થઇ એ માનવતા માટે અને ભારતીય સંસ્કૃતિ માટે કાળી ટિંલી કહેવાય આ હું જાહેરમાં કહુ છુ.વધુમાં હોસ્પિટલ પ્રશાસન પર તેમણે આકરા પ્રહાર કર્યા હતા.
આવામાં લોક મુખે એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે આ તો કલરીયા સરકાર છે એટલે આ દુખની ઘડીમાં પણ સરકારને કલર કરવાનું સૂઝે છે.સાહેબ દિવાળી ગઈ ત્યારે રંગરોગાન કર્યું હોત તો સારું હતું.પરંતુ કલરિયા સરકારને દેખાડો કરવા કલર કરવાનું સૂઝ્યું છે એ નક્કર હકિકત છે.