મોરબીની ઘટનામાં માતા-પિતાને ગુમાવનાર બાળકોના સહારો બન્યા આ ઉદ્યોગપતિ,કરશે એવું કામ જાણીને તમે પણ ખુશ થઈ જશો…. – GujjuKhabri

મોરબીની ઘટનામાં માતા-પિતાને ગુમાવનાર બાળકોના સહારો બન્યા આ ઉદ્યોગપતિ,કરશે એવું કામ જાણીને તમે પણ ખુશ થઈ જશો….

મચ્છુ નદી પર બનાવવામાં આવેલ ઝૂલતો પુલ તૂટવાની ઘટના ભૂલે પણ ભૂલાય એમ નથી.આ ઘટનામાં 135 લોકોના મોત થયા છે.ત્યારે રાજ્ય અને દેશભરના લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.તો બીજી તરફ મૃતક લોકોના પરિવારના સભ્યોને સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે.આવામાં સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાએ પણ એક મહત્વની જાહેરાત કરી છે.

તમને જણાવીએ કે આ ઘટનામાં માતા પિતાની છત્રછાયા જે બાળકોએ ગુમાવી છે.તેમની જવાબદારી સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાની સામાજિક સંસ્થાએ ઉઠાવી છે.કન્સ્ટ્રકશન અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વસંત ગજેરાએ જણાવ્યું છે કે બ્રિજ દુર્ઘટનામાં જે પણ બાળકો નિરાધાર થયા હોય એવા બાળકોની સંપૂર્ણ જવાબદારી તે ઉપાડશે.

તેમણે જણાવ્યું કે તેમની વાત્સ્યલ્ય ધામ સંસ્થામાં આવા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે અને જ્યાં સુધી તે પોતાના પગપર ઉભા ના થાય ત્યાં સુધી તેમને સાચવવાની જવાબદારી લેવામાં આવશે.

વસંત ગજેરાનો એક વીડિયો આ ઘટના બાદથી ખુબ જ વાયરલ થઇ રહ્યો છે,જેમાં તે મોરીબીમાં થયેલી આ હોનારત પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા જોવા મળે છે અને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે.આ સાથે જ તેમણે નિરાધાર બાળકોની જવાબદારીની જાહેરાત કરી છે.જેના લોકો ખુબ વખાણ કરી રહ્યા છે.