મોરબીના જુલતા પુલ પર વસાણી પરિવારના 14 સભ્યો જુલતા હતા છતાં પુલ તૂટવાને કારણે પાણીમાં ડૂબવા છતાં બચી ગયા… – GujjuKhabri

મોરબીના જુલતા પુલ પર વસાણી પરિવારના 14 સભ્યો જુલતા હતા છતાં પુલ તૂટવાને કારણે પાણીમાં ડૂબવા છતાં બચી ગયા…

છેલ્લા 48કલાકથી મોરબીમાં મોતનું માતમ છવાયેલું છે. ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આસપાસ ઝૂલતો પુલ ધરાશાયી થયો ને એકસાથે 400થી વધુ લોકો મચ્છુ નદીમાં પડ્યા. એમાં અત્યારસુધીમાં 25 બાળકો સહિત 141 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.મળતી માહિતી અનુસાર રાજકોટના યુનિવર્સિટી રોડ પાસે રહેતો વસાણી પરિવાર મોતના મુખેથી પાછો આવ્યો છે જ્યારે આ ઘટના બની ત્યારે વસાણી પરિવાર 14 સભ્યો આ પુલ પર હાજર હતા.

પરંતુ હાલમાં મળતી માહિતી અનુસાર આ પરિવારના તમામ સભ્યો બચી ગયા હતા તેઓ રાજકોટથી સ્પેશિયલ આ પુલ જોવા માટે આવ્યા હતા તેઓ આ પુલ જોવા માટે ખુબ જ ઉત્સાહી હતા.

તેમણે આ પુલને 30 થી 35 ટકા પાર કર્યો હતો ત્યારે આ પુલ હાલક ડોલક થઈ રહ્યો હતો આ માટે તેમણે ડર લાગ્યો હતો અને આખરે એવું જ બન્યું જ્યારે આ લોકો પાણીમાં હતા ત્યારે પુલ તૂટી ગયો અને આ લોકોને કુદરતી શક્તિ મળી હતી.

આ સાથે આ લોકોને કોટ નજીકમાં દેખાતો હતો આના કારણે તો જેમ તેમ કરીને કોટ સુધી પોહોચી ગયા હતા અને આના સપોર્ટઠી લગભગ આ અડધો કલાક ઊભા રહ્યા હતા અને કારણે આખો પરિવાર બચી ગયો હતો.