મોરબીના ઘટના બાદ તક્ષશિલાની પણ યાદો તાજા થઈ,અત્યારે પણ આ પરિવારની હાલત જોઇ દયા આવી જશે…. – GujjuKhabri

મોરબીના ઘટના બાદ તક્ષશિલાની પણ યાદો તાજા થઈ,અત્યારે પણ આ પરિવારની હાલત જોઇ દયા આવી જશે….

મોરબીની મચ્છૂ નદીમાં સર્જાયેલી દુર્ઘટનાએ અનેક પરિવારના વ્હાલસોયા છીનવી લીધા છે.મચ્છુ નદીએ પોતાના નીર જેટલા નથી વ્હાવ્યાં એટલે તો તેને મોરબીવાસીઓની આંખોમાંથી આંસુઓ વ્હાવ્યાં છે.આ દુર્ઘટનામાં અનેક લોકોએ માનવતાનો ધર્મ નિભાવ્યો હતો.લોકોએ બની શકે તેટલી મદદ કરી હતી.

મોરબીની ઘટનામાં દેવદૂત બનેલ હુસેન સુરતના જતીનની યાદ આપાવે છે.જે રીતે હુસેનએ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોને બચાવ્યા એવી જ રીતે જતીને તક્ષશિલા અગ્નિકાંડમાં અનેક બાળકોની જિંદગી બચાવી હતી.હાલમાં જ જતીન વિશે એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી છે.મોરબીની દુર્ઘટનાએ ફરીથી આ પરિવારના ઘા જીવંત કરી દીધા છે.

ગુજરાત માં 3-વર્ષ પહેલા સુરત માં એક મોટી દુર્ઘટના સર્જાય હતી.જેમાં સુરતના સરથાણાના તક્ષશિલામાં આગ લાગતા 22 નિર્દોષ વિદ્યાર્થીઓને જીવ ગુમાવવા પડ્યા હતા અને કેટલાય ઘાયલ થયા હતા.આ બનાવ ખુબ જ ભયાનક હતો.જેમાં જતીન નાકરાણીએ પોતાના જીવને જોખમમાં મૂકીને 14 બાળકોનો જીવ બચાવ્યો હતો.

એ દુર્ઘટનામાં વિદ્યાર્થીઓનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર જતીન નાકરાણીને તે દિવસે શું થયું તેની કશી ખબર નથી. એ વખતે જતીન વધુ લોકોને બચાવવા માટે પોતાની જાત પર કાબૂ નહોતા રાખી શક્યા અને પરિણામે છેલ્લી ઘડીએ આગ કાબૂ બહાર જણાતા તેમણે પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગમાંથી કૂદી જવું પડ્યું હતું.એ અગ્નિકાંડમાં ગંભીર રીતે ઘાયલ થયેલા જતીન યાદશક્તિ ગૂમાવી બેઠા છે.

જતીન નાકરાણી 14 બાળકોને બચાવ્યા બાદ તે 4 થા માળેથી નીચે કૂદી પડ્યો હતો.આ દરમિયાન તેને ત્યારબાદ હોસ્પિટલ મેં એડમિટ કરેલા હતા.આ ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયા છતાં જતીન હજુ સાજો થઇ શક્યો નથી.જતીનના પરિવારની હાલત ખુબ જ ખરાબ થઇ ચુકી છે.હાલમાં જ જતીનના ઘરે બેન્ક વાળાઓ સીલ મારવા આવ્યા હતા.જતીને બેન્ક લોન લીધી હોય તેના ત્રણ વર્ષ થી હપ્તા ભરાતા નથી.

જતીન નાકરાણી ના પિતા ભરત નાકરાણીએ જણાવ્યું હતું કે 3:30 વર્ષ તક્ષશિલા અગ્નિ કાંડ થયા છે ત્યારથી આજ દિન સુધી મારા દીકરાની સતત સેવા કરતો આવ્યો છું દુર્ઘટનાના શિકાર બાદ પરિવાર પર જે રીતે એ પરિવાર જ જાણી શકે છે કે આઘાત શું હોય છે.સાથે તેમણે એ પણ જણાવ્યું કે”જતીનની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તે માત્ર શારીરિક સ્વરૂપે જ અમારી સાથે છે. અમારો પરિવાર બરબાદ થઈ ગયો છે.