મોડાસાના આ પરિવારમાં દીકરાના જન્મની ખુશી ચિંતામાં ફેરવાઈ ગઈ, દીકરાને બચાવવા માટે માતા પિતાને આજે ૧૬ કરોડ રૂપિયાની જરૂર છે… – GujjuKhabri

મોડાસાના આ પરિવારમાં દીકરાના જન્મની ખુશી ચિંતામાં ફેરવાઈ ગઈ, દીકરાને બચાવવા માટે માતા પિતાને આજે ૧૬ કરોડ રૂપિયાની જરૂર છે…

માતા પિતા માટે તેમના બાળકો આખી દુનિયા હોય છે. માતા પિતા પોતાના બાળકોને થોડી પણ તકલીફમાં નથી જોઈ શકતા. મોડાસાના ટીંટોઈ ગામે દેવાંગ સોનીના ઘરે દીકરાનો જન્મ થયો હોવાથી આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી.

દીકરાના જન્મની ખુશી ખુબજ ધૂમધામથી મનાવવામાં આવી હતી. પણ તેમની આ ખુશી ચિંતામાં ફેરવાઈ ગઈ.દેવાંગ ભાઈ અને તેમાં પત્નીએ જોયું કે તેમના દીકરા દૈવિકના હલન ચલનની પ્રક્રિયાઓ ઓછી થઇ રહી છે અને અચાનક જ દીકરાના હાથ પગ હળવાના બંધ થઇ જતા માતા પિતા ચિંતામાં આવી ગયા.

અને તે દીકરાને તરત જ હોસ્પિટલ લઈને ગયા. ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમાં દીકરાને SMA 1 નામની ગંભીર બીમારી છે. આ બીમારી જન્મજાત જ હોય છે.આ બીમારીમાં બાળકના શરીરનું હલન ચલન બંધ થઇ જાય છે.

આ બીમારીની સારવારમાં કરોડો રૂપિયાનો ક્જર્ચ થાય છે. આ બિમારીની સારવાર માટે ૧૬ કરોડનો ખર્ચ થાય છે. એ પણ એક ઈન્જેકશન જ આવે છે એ પણ અમેરિકાથી જ મંગાવવું પડે છે.

આ વાત સાંભળીને જ માતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ. દૈવિકના પિતા દેવાંગ ભાઈ ખુબજ મધ્યમવર્ગીય પરિવાર માંથી આવે છે.કારણ કે તે સોનીનું કામ કરે છે. કારણ કે તેમની પાસે એટલા રૂપિયા નહિ હોય.

કે જેનાથી તે પોતાના દીકરા માટે ૧૬ કરોડ રૂપિયાનું ઈંજેકશન ખરીદી શકે માટે દીકરાના માતા પિતા આજે પોતાના દીકરાને બચાવવા માટે ગુજરાતની જનતાને વિનંતી કરી રહયા છે. મારા દીકરાને બચાવી લો…

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.