મોટો ભાઈ કેનાલમાં પાણી ભરવા ગયો તો પગ લપસતાં ડૂબવા લાગ્યો તો નાનો ભાઈ તેને બચાવવા માટે ગયો પણ બંને પાણીમાં ગરકાવ થઇ ગયા તો આખા પરિવારમાં માતમ છવાઈ ગયો.
ઘણા રોજબરોજ અવનવા કિસ્સાઓ બનતા જોવા મળતા હોય છે, ઘણા કિસ્સાઓ તો એવા બનતા હોય છે કે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવો જ બનાવ સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગામમાંથી સામે આવ્યો હતો, આ ગામના બે સગા ભાઈઓ કેનાલમાં ડૂબી ગયાનો બનાવ સામે આવ્યો તો ફાયર બ્રિગેડની ટિમ કેનાલમાં ડૂબી ગયેલા બંને ભાઈઓની શોધખોળ હાલમાં કરી રહી હતી.
આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગામના બે સગાભાઈઓ કેનાલમાં ડૂબ્યાનો બનાવ સામે આવ્યો હતો, આ ઘટના વિષે જાણવા મળ્યું હતું કે મોટોભાઈ જયારે કેનાલમાં પાણી ભરવા માટે ઉતર્યો તે સમયે તેનો પગ લપસી ગયો તો તે પાણીમાં ડૂબી ગયો તો મોટાભાઈને તણાતો જોઈને નાનોભાઈ પણ પાણીમાં કૂદી પડ્યો.
ત્યારબાદ બંને ભાઈઓ પાણીમાં તણાઈ ગયા, આ બનાવ માંગરોળના મહુવેજ ખાતે આવેલી પાણીની મુખ્ય કેનાલમાં બન્યો હતો. બંને ભાઈઓની પાણીમાં તણાયા હોવાની જાણ ત્યાંના સ્થાનિક લોકોને થઇ તો તરત જ તે લોકોએ આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરી તો તરત જ ફાયરબ્રિગેડની ટિમ ઘટનાસ્થળે આવી ગઈ અને બંને ભાઈઓની શોધખોળ કરવાની શરૂ કરી.
આ બંને ભાઈઓના નામ આકાશ અને વિકાસ અગ્રવાલ હોવાનું સામે આવ્યું હતું, ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં તણાઈ ગયેલા બંને ભાઈઓની શોધખોળ કરવાની શરૂ કરી અને આ વાતની જાણ પરિવારના લોકોને થઇ તો તરત જ પરિવારના લોકો ઘટનાસ્થળે આવી ગયા અને આ ઘટના બાદ આખા પરિવારમાં જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું.