મોટાભાઈએ પોતાના નાના ભાઈને બચાવવા માટે પોતાનું બધું વેચી નાખ્યું, તેમ છતાં હજુ પૈસાની જરૂર છે જેથી તેને બચાવવા માટે પરિવાર મદદની આજીજી કરી રહ્યો છે… – GujjuKhabri

મોટાભાઈએ પોતાના નાના ભાઈને બચાવવા માટે પોતાનું બધું વેચી નાખ્યું, તેમ છતાં હજુ પૈસાની જરૂર છે જેથી તેને બચાવવા માટે પરિવાર મદદની આજીજી કરી રહ્યો છે…

આ દુનિયામાં જે વ્યક્તિએ જન્મ લીધો છે તેનું મૃત્યુ નક્કી જ છે, આ જીવનમાં લોકો ગુજારો કરવાની માટે તેમનાથી થાય એટલી સખ્ત મહેનત કરે છે. તેવામાં આપણી આ દુનિયામાં એવા કેટલાય પરિવારો છે કે જેમને તેમનું ગુજરાન ચલાવવાની માટે મોટી મહેનત કરતા હોય છે, તેમ છતાં તેઓ ગુજરાન ચલાવવા જોરદાર ફાંફા મારવા પડે છે. તેવો જ એક કિસ્સો જે સુરત શહેરનો છે.

અહીંયા એક પરિવાર તેમનું જીવન એટલી મોટી કપળી પરિસ્થિતિમાં ગુજારી રહ્યો છે કે, તે સાંભરીને કદાચ તમે પણ રડી પડશો. આ પરિવારમાં બે ભાઈ અને તેમના માતા પિતા રહે છે, મોટા ભાઈનું નામ હિંમતભાઇ છે,

તેમના નાના ભાઈનું નામ ભરતભાઈ છે. આ પરિવાર હાલમાં જે પરિસ્થિતિમાં તેમનું ગુજરાન ચલાવે છે તે જાણીને તમે પણ રડી પડશો. ભરતભાઇની બંને કીડનીઓ બગડી ગઈ છે જેથી તેમને ત્યાંની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હિંમતભાઇ અને ભરતભાઈ બંને દરજી કામ કરીને તેમનું ગુજરાન ચલાવતા હતા પણ હલથી ૩ મહિના અગાઉ ભરતભાઈને મોટી તકલીફ થઇ અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાય ત્યાં તેમના રિપોર્ટમાં બંને કીડનીઓ બગડી હોવાનું સામે આવ્યું.

હિંમતભાઈએ તેમના નાનાભાઈ ભરતને બચાવવા માટે તેમની દુકાન, દરજી કામની સામગ્રી અને ઘરની સામગ્રી જેવી કે ટીવી બધું વેચી દીધું અને જ્યાં સુધી સારવાર થઇ ત્યાં સુધી કરી હતી. ત્યારબાદ તેમની પાસે કાંઈજ વધ્યું નઈ. તેમના પિતાને પણ એક વાર હાર્ટ અટેક આવી ગયેલો છે. તેઓ હાલમાં પરિવારની સાથે ભાડાના મકાનમાં તેમનું જીવન ગુજારે છે.

તેમની પાસે પૈસા પુરા થઇ જતા સારવાર બાકી હોવા છતાં તેમના ભાઈને ઘરે લાવી દીધો હતો. તેમને ખાવાના પણ હાલમાં વાંધા પડી રહ્યો છે. ભરતભાઈ અને હિંમતભાઈના એક બહેન છે તેઓ ભરતભાઈને બચાવવા માટે તેમની એક કિડની આપવા માટે પણ તૈયાર થઇ ગયા હતા પણ તેમની પાસે હાલમાં પૈસા નથી જેથી તેઓ સારવાર પણ નથી કરાવી શકતા અને ભરતભાઈ જીવન મરણના જોલા ખાઈ રહ્યા છે.