મેહુલ બોઘરાના કેસમાં આવ્યો નવો વળાંક,સાજન ભરવાડનો કેસ લડનાર વકીલ સામે લેવાયું આ મોટું એક્શન…. – GujjuKhabri

મેહુલ બોઘરાના કેસમાં આવ્યો નવો વળાંક,સાજન ભરવાડનો કેસ લડનાર વકીલ સામે લેવાયું આ મોટું એક્શન….

તાજેતરમાં સુરતના વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો હતો.સમગ્ર ઘટના જણાવીએ તો સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો.સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો.

આથી સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.તમને જણાવીએ કે હવે આ ઘટનામાં સાજન ભરવાડના વકીલ સામે પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.કારણ કે અગાઉ વકીલ મંડળની સામાન્ય સભામાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે સાજન ભરવાડ તરફથી કોઈ વકીલે કેસ ન લાડવો.

 

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં મિનેશ ઝવેરી પોતાનો વકીલ ધર્મ બજાવતા સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર હતા.તેના પ્રત્યાઘાત રૂપે હવે એડ્વોકેટ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે એડવોકેટ વિરલ મહેતાએ કહ્યું કે, સુરત વકીલ મંડળને આવી કોઇ સત્તા નથી, તેઓના આ ઠરાવની સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન ઇખલ કરવામાં આવશે

જે ઠરાવ સુરત વકીલ મંડળ દ્વારા કરાયા તેનો જ ભંગ કરાયો હતો અને ત્યારે સુરત વકીલ મંડળે જવાબદારો સામે કોઇ પગલા લીધા નહિ વકીલોએ પહેલા કોર્ટ બિલ્ડીંગના મેઇન ગેટથી રોડ ઉપરના મેઇન ગેટ સુધી માત્ર માનવ સાંકળ કાઢવાનો ઠરાવ કરાયો હતો, જેની સામે સુરતના વકીલોએ રેલી કાઢી હતી જે ગેરકાયદેસર છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.