મેળા ની રાઈડ માં બેસતા પેહલા આ વિડિઓ જોઈ લેજો… રાજકોટ મેળામાં રાઈડ માંથી પટકાયો યુવક… જુઓ વિડિઓ…
યોજાયેલા લોકમેળામાં વિવિધ રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નાના બાળકો અને યુવકો માટે અહીં અલગ અલગ રાઈડ્સ પણ જોવા મળતી હોય છે. ત્યારે ખુશીના અવસરમાં ગોંડલ બાદ હવે રાજકોટમાં દુર્ઘટના સર્જાઇ હોવાના સમાચાર મળી રહ્યા છેરાજકોટમાં હાલ સાતમ આઠમ એટલે કે જન્માષ્ટમીના તહેવારને લઈને લોકોમેળાનું આયોજન થયું છે. . એક બ્રેક ડાન્સ નામની રાઈડ્સમાં દુર્ઘટના સર્જાઈ હતી. બ્રેક ડાન્સ રાઈડ્સની મજા માણી રહેલા યુવક સાથે દુર્ઘટના બની હતી. યવુક ધડામ લઈને રાઈડ્સમાંથી નીચે પટકાયો હતો જે બાદ તે બેભાન થઈ ગયો હતો.
આ વર્ષે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં લોકમેળાનું આયોજન થયું છે. અહીં અલગ અલગ રાઈડ્સ મૂકવામા આવી છે. બ્રેક ડાઉન્સ નામની રાઈડ્સમાં એક યુવક બેસ્યો હતો અને ચાલુ રાઈડ્સ દરમિયાન જ આ યુવક નીચે પટકાયો હતો. ત્યારબાદ તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. જે બાદ તાત્કાલિક ધોરણે રાઈડ્સ રોકી દેવામાં આવી હતી અને આ યુવક બેભાન થઈ ગયો હતો.
ત્યારબાદ તરત જ 108ને ફોન કરીને સંપર્ક કરવામાં આવ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે અને હાલ તો સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં તેની સારવાર ચાલી રહી છે. આ યુવક સાથે 9:30 વાગ્યા આસપાસ મેળામાં દુર્ઘટના સર્જાઇ હતી.